Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 52
________________ ભિક્ષાટનાદિની ક્રિયામાં કોઈ અસંગતિ નથી.. ૨૮-૨૦ના અસંપ્રતિપત્તિ અને સસઙ્ગપ્રતિપત્તિ ઉભયનું સ્વરૂપ જણાવાય છે ससङ्गप्रतिपत्तिर्हि ममतावासनात्मिका । असङ्गप्रतिपत्तिश्च मुक्तिवाञ्छानुरोधिनी ॥ २८-२१॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે-મમત્વના સંસ્કાર સ્વરૂપ સફ્ળપૂર્વકની પ્રતિપત્તિ છે અને સફ્ળ વિનાની અસઙ્ગપ્રતિપત્તિ; મુક્તિની ઈચ્છાને અનુસરનારી છે. આશય એ છે કે સામાન્ય રીતે કર્તવ્યતાના પરિણામને અહીં પ્રતિપત્તિ કહેવાય છે. જ્ઞાન, શ્રદ્ધા અને પ્રવૃત્તિનો પરિણામ-આ ત્રણના સમન્વયથી પ્રતિપત્તિની પ્રાપ્તિ થાય છે. અન્યતરના અભાવમાં બીજા બેનું સત્ત્વ હોવા છતાં પ્રતિપત્તિ મનાતી નથી. કોઈ પણ વસ્તુનું મમત્વ હોય અને તેને લઈને જ્યારે કોઈ પણ વસ્તુની પ્રતિપત્તિ કરાય ત્યારે તે સસઙ્ગપ્રતિપત્તિ કહેવાય છે. મમત્વ કાર્યરત ન પણ હોય; તોપણ તેના સંસ્કાર પડેલા હોવાથી તે પ્રતિપત્તિ સસઙ્ગપ્રતિપત્તિ છે. આજે મોટા ભાગની પ્રતિપત્તિ સફ્ળપૂર્વકની છે. લોકોત્તર માર્ગની પ્રતિપત્તિ પણ મમત્વની વાસનાથી વાસિત છે. પરમાર્થથી એ પ્રતિપત્તિ પરમપદની સાધિકા નથી. પરંતુ આજ સુધી સર્વથા પ્રતિપત્તિનો અભાવ હતો એના બદલે સફ્ળપૂર્વકની પણ પ્રતિપત્તિ મળી એથી આનંદ થાય-એ જુદી વાત. પરંતુ સફ્ળમાત્ર મુતિનો અવરોધક છે. આનાથી તદ્ન વિપરીત અસઙ્ગપ્રતિપત્તિ છે. વર્ષોની ૪૯

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74