Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 62
________________ ઉચ્છેદ થતો નથી. “વાસના-સંસ્કારસ્વરૂપે દીક્ષાનો વિચ્છેદ ન થવા છતાં શુદ્ધોપયોગ-સ્વરૂપ દીક્ષા, સ્વરૂપે ન હોવાથી તેના ફળનો વિચ્છેદ થશે; કારણ કે પોતાના ફળની પ્રત્યે પોતે કારણ છે, પોતાના સંસ્કાર કારણ નથી.” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બંન્નેનો ઉપયોગ એક કાળમાં હોતો નથી. અંતર્મુહુર્તે અંતર્મુહુર્તે તેનો ઉપયોગ બદલાય છે. જે વખતે મતિજ્ઞાનનો ઉપયોગ હોય છે, ત્યારે શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોતો નથી. અને જે વખતે શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય છે, તે વખતે મતિજ્ઞાનનો ઉપયોગ હોતો નથી. [યુગપટ્ટ (એક સાથે) બે ઉપયોગ હોતા નથી. પરંતુ તે તે ઉપયોગના અભાવ વખતે પણ તે તે ઉપયોગના સંસ્કાર તો હોય છે જ, અને ત્યારે તે તે જ્ઞાનનું કાર્ય (વસ્તુનો અવબોધ..વગેરે) નાશ પામતું નથી. આવી જ રીતે શુદ્ધોપયોગસ્વરૂપ દીક્ષા આહારાદિવ્યવહારકાળમાં તેના સંસ્કાર સ્વરૂપે હોવા છતાં તેના ફળનો (જ્ઞાનાદિનો) નાશ થતો નથી... /૨૮-૨પા પૂર્વે જણાવ્યા મુજબ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં સામાન્ય રીતે શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ હોય છે. એમાં “મોક્ષ પ્રત્યે મુખ્ય કારણ શુદ્ધ ઉપયોગ જ છે શુભ ઉપયોગ નહિ'-આવી માન્યતાનું નિરાકરણ કરવા માટે જણાવાય છેफले न तुल्यकक्षत्वं शुभशुद्धोपयोगयोः । વેષાત્યિક્ષને તેષાં શૈઢેશ્યામેવ વિશ્રમ: ર૮-રદા આશય એ છે કે પૂર્વે બ્લોક નં. ૬માં જણાવ્યું હતું કે Home

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74