Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 29
________________ અંતર છે. વચનાનુષ્ઠાનનું સામર્થ્ય ખરેખર જ અદ્ભુત છે. દીક્ષાને નિષ્પાપ રાખવાનું કાર્ય માત્ર વચનાનુષ્ઠાનનું છે. એના અચિન્ય પ્રભાવે અંતે આત્મા, નિષ્પાપ જ નહિ, નિષ્કર્મ બને છે. અનુષ્ઠાનની મોક્ષસાધક્તા વાસ્તવિક રીતે વચનના અનુસરણના કારણે છે. માત્ર અનુષ્ઠાનની જ સામે જોયા કરવાથી વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ નહીં થાય. દરેક અનુષ્ઠાન વખતે શ્રી તીર્થંકર પરમાત્માનું પરમતારક વચન કર્યું છે-એ યાદ કરાય તો વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ શકે. શ્રી ષોડશક પ્રકરણમાં પણ જણાવ્યું છે કે પાંચ પ્રકારની ક્ષમા (ઉપકાર, અપકાર, વિપાક, વચન, ધર્મ)ઓમાં વચનક્ષમા વખતે પ્રાયઃ અતિચાર સૂક્ષ્મ અને અતિવિરલ હોય છે, અને શરૂઆતના ત્રણ પ્રકારમાં એ અતિચારો સ્કૂલ અને ઘન હોય છે. આવા ત્રણ પ્રકારોનો સમાવેશ પ્રીતિ અને ભતિ અનુષ્ઠાનમાં થાય છે અને વચનક્ષમાનો સમાવેશ વચનાનુષ્ઠાનમાં થાય છે, તેથી અહીં જણાવેલી અને ષોડશકપ્રકરણમાં જણાવેલી વાતમાં કોઈ વિરોધ નથી.” H૨૮-૯ હવે વચનાનુષ્ઠાનનું ફળ વર્ણવવા દ્વારા તેનું સ્વરૂપ વર્ણવાય છેततो निरतिचारेण धर्मक्षान्त्यादिना किल । सर्वं संवत्सरादूर्ध्वं शुक्लमेवोपजायते ॥२८-१०॥ શ્લોકાઈ સ્પષ્ટ છે કે આ રીતે વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થવાથી એક વર્ષ પછી નિરતિચાર ક્ષમા, મૃદુતા આદિના કારણે

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74