________________
તૈયાર થાય છે, એમ કહેવાના બદલે નવું સર્કલ કરાય છે-એમ કહીએ તો એમાં કશું ખોટું નથી. આવી સ્થિતિમાં સદ્દીક્ષાની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી. અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ દીક્ષાનું પાલન થાય તો નવા સંયોગો વધારવાની આવશ્યકતા ઊભી જ ન થાય. સંયમની સાધના માટે કોઈ વાર ઉપાશ્રયાદિના વ્યવસ્થાપકનું કામ પડે ત્યારે એટલા પૂરતું તેમની પાસે કામ કરાવી લઈએ. પરંતુ એક વાર જેમનું કામ પડ્યું તેમની સાથે કાયમનો સંબંધ બાંધી લઈએ તો તે સંયમની સાધના માટે અનુરૂપ નથી. એવા સંયોગો વધારવાથી મમત્વો કેટલાં વધે છે-એનું વર્ણન થાય એવું નથી. માતા-પિતાદિના પૂર્વ-સંયોગોનો ત્યાગ કરીને જ સદ્દીક્ષાની પ્રાપ્તિ થતી હોય છે. આવી દીક્ષામાં બીજા કોઈ જાતના સંબંધો વિકસે નહિ તો ઉપશમભાવને પ્રાપ્ત કરવાનું સહેલું છે. શ્લોકમાં પ્રથમ બે પાદમાં એ વાત ખૂબ જ સ્પષ્ટપણે જણાવી છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ વિનયનું સ્વરૂપ જણાવતાં પૂ. સાધુભગવંતોને સંયોગથી મુક્ત વર્ણવ્યા છે. એવા સાધુભગવંતો જ એ સૂત્રમાં જણાવેલા આચારનું પાલન કરી શકે છે. પૂર્વસંયોગોનો ત્યાગ કર્યા પછી પણ દીક્ષા લીધા પછી જે નવા સંયોગો ઊભા કરાય છે, તેથી પૂર્વસંયોગોનો ત્યાગ અર્થહીન બની જાય છે. આ વાતને સંયોગા વિધુમુદસ આ પદથી ખૂબ જ ભારપૂર્વક ત્યાં જણાવી છે. સમગ્ર સાધ્વાચારના પાલનનું એ એકમાત્ર કારણ છે. આથી જ પૂર્વકાળમાં પૂ. સાધુભગવંતો નિર્જન ઉદ્યાનાદિમાં રહેતા, જેથી ગૃહસ્થના સંયોગનો પ્રસંગ આવે નહિ. માસકલ્પાદિસ્વરૂપ વિહારની