Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 39
________________ જ્યાં બદલાતાં હોય ત્યાં અસલ-સદ્ વસ્તુનું દર્શન ન જ થાયએ સમજી શકાય એવી વાત છે. સદ્દીક્ષાનું દર્શન કરવું હોય તો તેની પૂર્વે ઉપર જણાવ્યા મુજબ ઈન્દ્રિયો અને કષાયોનું મુંડન કરવું જ જોઈએ. ત્યાર પછી જ શિરોમુંડન કરવાનું છે. દીક્ષા લીધા પછી કરાતા એ શિરોમુંડનથી સદ્દીક્ષાની અભિવ્યક્તિ થાય છે. તેવા પ્રકારનું શિરોમુંડન સદ્દીક્ષાનું અભિવ્યંજક બને છે, જેનાથી સદ્દીક્ષા અભિવ્યંગ્ય બને છે. ઈન્દ્રિયો અને કષાયોના ત્યાગ વિના માત્ર માથું મુંડાવાથી સદ્દીક્ષાની પ્રાપ્તિ હોતી નથી. (૨૮-૧૪ સદ્દીક્ષાની પ્રાપ્તિ પછી જે કાર્ય કરવાનું છે તે જણાવાય विहाय पूर्वसंयोगमस्यामुपशमं व्रजन् । मनाक् कायं प्रकर्षेण निश्चयेन च पीडयेत् ॥२८-१५॥ આ સદીક્ષામાં, માતા-પિતાના સંયોગાદિ સ્વરૂપ પૂર્વ સંયોગને છોડીને (ત્યજીને) ઉપશમ (ક્ષાયની અનુદયાદિ અવસ્થા) ભાવને પામનાર, શરૂઆતમાં શરીરને થોડું અને છેલ્લા વધારે પીડ” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે, દીક્ષા લેતાં પૂર્વે આ સંસારના સઘળા ય સંયોગોનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરાય છે. માતાપિતાના સંબંધનો પણ છેલ્લા ત્યાગ કરીને ગ્રહણ કરેલી દીક્ષામાં મમત્વ કરવા જેવું આમ જુઓ તો કશું જ નથી. માતા- પિતાના સંબંધનો ત્યાગ કર્યા પછી ગ્રહણ કરેલી દીક્ષામાં એક નવું સર્કલ

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74