Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 44
________________ આરાધનીય બને છે.” આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે લોક્માં ખ્યાતિ વગેરે દ્વારા નામ આદરણીય બન્યું હોય અને શરીરની કોઈ પણ જાતની ચિંતા ક્ય વિના ખૂબ જ પરાક્રમપૂર્વક પોતાની ઈચ્છા મુજબ જે દીક્ષા પાળે છે તેઓ આગમને અનુસરતા ન હોવાથી શ્રી વીતરાગપરમાત્માએ દર્શાવેલો દીક્ષાનો માર્ગ આરાધી શક્તા નથી. આગમનું અનુસરણ નહિ કરનારાઓ માટે ઉપર જણાવેલો દીક્ષામાર્ગ દુર છે. બાહ્યદષ્ટિએ પુણ્યોદય અને પુરુષાર્થ ચિકાર હોય તોપણ આગમાનુસારિતાના અભાવે તેમને આ દીક્ષામાર્ગ દુષ્કર જ છે. માત્ર પુણ્ય અને પુરુષાર્થના પ્રભાવે પ્રવજ્યા-પંથ આરાધાય નહિ. આગમનું અનુસરણ જ એ માર્ગે ચાલવા માટે મુમુક્ષુ આત્માને સમર્થ બનાવે છે. આગમના અનુસરણ વિના પુષ્ય અને પુરુષાર્થનો વસ્તુતઃ કોઈ જ ઉપયોગ નથી. આગમના અનુસરણ માટે જ ખરેખર તો વીરતા અપેક્ષિત છે. શરીરની શક્તિ અને કીર્તિ વગેરે તો પહેલા ગુણસ્થાનકે પણ પ્રાપ્ત થતા હોય છે. પરંતુ એથી શાસ્ત્રનું અનુસરણ પ્રાપ્ત થાય છે જ-એવું નથી. સાતમા ગુણસ્થાનકે આગમયોગની પરાકાષ્ઠા પછી જે સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે. આગમાં બળી મરવું અને આગમાં બળવા છતાં ગજસુકુમાલ મુનિની જેમ કાયોત્સર્ગધ્યાને રહેવું એ બેમાં જે ફરક છે-એ જે સમજી શકે છે; તેને વીરતાનો ખ્યાલ આવ્યા વિના નહીં રહે. શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે અનુકૂળ એવું અવિચલિત સત્ત્વ-એ વીરતા છે, જે માત્ર આગમને અનુસરવાથી જ પ્રાપ્ત થાય છે. આગમને

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74