Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 43
________________ વેઠવાનો અભ્યાસ કરવાથી જ શરીરની મમતા દૂર થાય છે. શરીરની આળપંપાળ કરવાથી તેની મમતા વધ્યા જ કરે છે. જેમ જેમ દીક્ષાનો પર્યાય વધતો જાય તેમ તેમ ખરી રીતે શરીરની મમતા ક્ષીણ થવી જોઈએ. આજે નહિ તો કાલે ગમે ત્યારે જો શરીર નાશ પામવાનું જ હોય તો શરીર પ્રત્યે મમત્વ રાખવાથી ફાયદો શું ? ગમે તેટલી શરીરની સારસંભાળ લઈએ તોપણ એનો નાશ અવશ્ય થવાનો જ છે તેથી તેની સારસંભાળ લેવાનો કોઈ અર્થ નથી-એમ સમજીને ઉપર જણાવ્યા મુજબ શરીરનું પીડન કરવું જોઈએ..૨૮-૧પ ઉપર જણાવ્યા મુજબની દીક્ષાની આરાધના કરવા કોણ સમર્થ બને છે અને કોણ સમર્થ બનતું નથી તે જણાવાય છેवीराणां दुशरः पन्था एषोऽनागमगामिनाम् । आदानीयाभिधानानां भिन्दतां स्वसमुच्छ्रयम् ॥२८-१६॥ આ શ્લોથી માંડીને ચોવીશમા શ્લોક સુધીના નવ શ્લોકોનો અર્થ સ્પષ્ટ છે એમ જણાવીને ગ્રંથકારશ્રીએ એ નવ શ્લોકો ઉપર ટીકા કરી નથી. માત્ર શ્લોક ઉપરથી ગ્રંથકારશ્રીના આશય સુધી પહોંચવાનું અઘરું છે. પરંતુ બીજો કોઈ જ ઉપાય નથી. શ્લોક ઉપરથી જ ગ્રંથકારશ્રીના આશયને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. “જેમનું નામ આદરણીય છે અને જેઓ પોતાના શરીરને ભેદી નાખે છે-(ગણકારતા નથી) એવા વીર પુરુષો આગમનું અનુસરણ ન કરે તો તેમના માટે આ દીક્ષાનો માર્ગ દુઃખે કરીને

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74