Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 42
________________ આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ દીક્ષા લેતી વખતે માતાપિતાદિના સંયોગના ત્યાગની જેમ આ શરીરના સંયોગનો ત્યાગ કરી શકાતો નથી, તેથી તેની પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવો જોઈએ. વસ્તુનો ત્યાગ શક્ય હોય તો તેનો ત્યાગ કરવાનો જ છે. પરંતુ જ્યારે તે શક્ય ન હોય તો તે વસ્તુ પ્રત્યેના મમત્વનો તો ત્યાગ કરવો જ જોઈએ. આમ પણ વસ્તુ(પરપદાર્થ)નું અસ્તિત્વ વગેરે મોક્ષનું બાધક બનતું નથી. પરંતુ પરપદાર્થસ્વરૂપ એ વસ્તુની પ્રત્યે જે મમત્વ કે દ્વેષનો પરિણામ છે-એ જ બાધક બને છે. માતાપિતાદિના પૂર્વસંયોગોનો ત્યાગ કર્યા પછી પૂ. સાધુભગવંતોની પાસે માત્ર શરીરનો સંયોગ રહ્યો છે. દીક્ષા પૂર્વેના મમત્વના બધા વિષયોમાંથી માત્ર આ પોતાનું શરીર રહ્યું છે. આથી સઘળું ય મમત્વ હવે દીક્ષા લીધા પછી; શરીરમાં ભરાય નહિ એ માટે શરીરપીડનનો અહીં ઉપદેશ કર્યો છે. - દીક્ષા લીધા પછી શરૂઆતનો કાળ અધ્યયનનો છે. જેને પ્રથમવય’ તરીકે વર્ણવાય છે. આ પ્રથમ વયમાં અધ્યયનને બાધા ન પહોંચે એ રીતે અવિકૃષ્ટ ઉપવાસ વગેરે તપ કરવા દ્વારા શરીરને કષ્ટ પડે-તેમ કરવું જોઈએ. અને અધ્યયનનું કાર્ય પત્યા પછી ઉત્તરવયમાં વિકૃષ્ટ અદ્દમાદિ તપ કરવા દ્વારા શરીરને વધારે કષ્ટ પડે તેમ કરવું. આ રીતે થોડું પીડન અને વધારે પીડન કરતાં કરતાં જ્યારે શરીર કોઈ પણ જાતનું કામ આપવા સમર્થ ન રહે ત્યારે અંતે અનશન સ્વીકારીને તેનો ત્યાગ કરવો. શ્રી આચારાંગ વગેરે સૂત્રમાં એ મુજબ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. શરીર પ્રત્યેનું મમત્વ દૂર કર્યા વિના ચાલે એવું નથી. શરીરની ઉપેક્ષા કરી કષ્ટ

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74