Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 36
________________ એમ જ લાગે કે એ બધી પ્રવૃત્તિઓ સંયમજીવનની જ આરાધનાનું અંગ છે. અને પરંપરાએ એથી મોક્ષની પ્રાપ્તિ થવાની જ છે. આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે ગુર્નાદિક ધ્યાન દોરે ત્યારે મોટા ભાગે એ ગમે પણ નહીં. આ બધાં લક્ષણો આ લોક સંબંધી અર્થના અનુરાગનાં છે. એ અનુરાગના કારણે શરૂ થયેલી બાહ્યપ્રવૃત્તિઓ આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરનારી હોવાથી ખરેખર તો મોક્ષબાધક બનતી હોય છે. પરંતુ આ લોક સંબંધી અર્થના અનુરાગથી એ સમજાતું નથી. આથી દિવસે દિવસે આત્મા બાહ્યપ્રવૃત્તિમાં આગળને આગળ વધતો જ જાય છે, જે દીક્ષાને અર્થહીન જ નહિ અનર્થન કરનારી બનાવે છે. હોળીનો રાજા રાજાની જેમ વર્તે તોપણ એને જેમ રાજ્ય પ્રાપ્ત થતું નથી તેમ આ લોક સંબંધી અર્થના અનુરાગથી દીક્ષાને પાળવા છતાં દીક્ષાસંબંધી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. ઉપરથી આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિઓ કરવાથી પાપબંધસ્વરૂપ અનર્થની પ્રાપ્તિ થાય છે. આથી સમજી શકાશે કે અનર્થકારિણી એવી દીક્ષાનો અવસર દીક્ષાપર્યાયમાં ગણાતો નથી. ર૮-૧૩ અનર્થને કરનારી દીક્ષાના સ્વરૂપને વર્ણવી હવે સદ્ (વિવક્ષિત નિર્જરાદિ ફળને આપનારી) દીક્ષાનું સ્વરૂપ વર્ણવાય છેइन्द्रियाणां कषायाणां गृह्यते मुण्डनोत्तरम् । . या शिरोमुण्डनव्यङ्ग्या तां सद्दीक्षां प्रचक्षते ॥२८-१४॥ - “સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઈન્દ્રિયો અને ક્રોધાદિ ચાર કષાયોના

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74