Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 35
________________ વર્ષ થયાં. પરંતુ અનંતજ્ઞાનીઓની દષ્ટિએ એ બધું ખોટું છે. ગુણનો વ્યાઘાત ન થાય એ રીતે દીક્ષાનો પર્યાય વધે તો; તે તે દિવસો, પખવાડિયા, મહિનાઓ અને વર્ષો ગણતરીમાં લેવાય, અન્યથા ન લેવાય.. I૨૮-૧રા ગુણનો જેમાં વ્યાઘાત થતો નથી તે દીક્ષા પર્યાયમાં દિનાદિ ગણાય છે. પરંતુ જેમાં ગુણનો વ્યાઘાત થાય છે તે દીક્ષા પર્યાયમાં; દિવસ વગેરેની ગણતરી થતી નથી તેનું કારણ જણાવાય છેनैहिकार्थानुरागेण यस्यां पापविषव्ययः । वसन्तनृपचेष्टेव सा दीक्षानर्थकारिणी ॥२८-१३॥ જે દીક્ષામાં આ લોક સંબંધી અર્થ (ફળ)ના અનુરાગના કારણે પાપસ્વરૂપ વિષનો વ્યય (વિનાશ) થતો નથી; તે દીક્ષા, હોળીના રાજાની ચેષ્ટા જેવી અનર્થને કરનારી છે-આ પ્રમાણે તેરમી ગાથાનો અક્ષરાર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જે દીક્ષામાં જ્ઞાન, દર્શન કે ચારિત્રાદિ આત્મગુણોનો આવિર્ભાવ થતો નથી અને વ્યાઘાત થાય છે; એનું વાસ્તવિક કારણ આ લોક સંબંધી અર્થનો અનુરાગ કારણ છે. આ લોક સંબંધી અર્થ અનેક જાતના છે. પાંચ ઈન્દ્રિયના અનુકૂળ વિષયોની પ્રાપ્તિ, નિદ્રા-વિકથાદિ પ્રમાદ, માન-સન્માનાદિ નામનાદિનો મોહ; શિખ્યપ્રમુખ ભફતવર્ગ અને આચાર્યાદિપદ વગેરે આ લોક સંબંધી અર્થો છે. તેની પ્રત્યેના અનુરાગ(ઉક્ટ રાગ)ને લઈને દીક્ષા લીધા પછી પણ તે તે અર્થ-પ્રયોજનની સિદ્ધિ માટે અનેક જાતની બાહ્યપ્રવૃત્તિઓ (આજ્ઞાથી બાહ્યપ્રવૃત્તિઓ) કરવી પડતી હોય છે. શરૂઆતમાં

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74