Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 33
________________ નથી. આમ પણ સંયમજીવનના ક્ષયોપશમભાવની તુલના દેવલોકના પુણ્યના ઉદયની સાથે કરવાનું શક્ય નથી. અનુત્તરવિમાનના દેવતાઓ પળે પળે જેની ઝંખના કરતા હોય છે એ સર્વવિરતિધર્મના આનંદની કોઈ અવિધ નથી. અનુત્તરવિમાનના સુખની; એ આનંદની અપેક્ષાએ કોઈ જ ગણના નથી. આવી સમગ્ર સ્થિતિનું એકમાત્ર કારણ ‘વચનાનુષ્ઠાન’ છે. શ્રી તીર્થંકરપરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર કરાતી આરાધનાનું મૂલ્ય સમજાયા વિના એવી સ્થિતિનો અનુભવ કરવાનું શક્ય નથી. ।।૨૮-૧૧॥ ઉપર જણાવ્યા મુજબ માસાદિના દીક્ષાપર્યાયમાં વાણવ્યન્તરાદિદેવોની તેજોલેશ્યાનો વ્યતિક્રમ થાય છે, તેમાં દીક્ષાનો પર્યાય કઈ રીતે ગણાય છે તે જણાવાય છે दिनानि पक्षा मासा वा गण्यन्ते शरदोऽपि च । नाऽस्यां गुणाविघातस्य गण्यतेऽवसरः पुनः ॥२८ - १२॥ આ દીક્ષામાં ગુણના વ્યાઘાત (વિનાશાદિ) વિનાના કાળની ગણતરી કરાય છે. પરંતુ જે ગુણના વ્યાઘાતવાળો કાળ છે-તે દિવસો, પખવાડિયા, મહિનાઓ કે વર્ષો દીક્ષાપર્યાયમાં ગણાતાં નથી.-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જે દિવસે દીક્ષા ગ્રહણ કરી છે તે દિવસથી આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોનો આવિર્ભાવ શરૂ થાય છે. વચનાનુસાર કરાતી આરાધનાના કારણે દિવસે દિવસે ગુણોનો આવિર્ભાવ વધતો જાય છે. આત્મા જો પ્રમાદાદિને પરવશ બને અને તેથી ૩૦

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74