Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 34
________________ આરાધનામાં શિથિલ થાય તો ગુણોનો આવિર્ભાવ થાય નહિ. કોઈ વાર એવું પણ બને કે આવિર્ભાવ પામેલા ગુણો ફરી પાછા આવૃત્ત બને. આવી સ્થિતિને ગુણોનો વ્યાઘાત કહેવાય છે. પ્રમાદાદિને પરવશ બન્યા પછી ગુણોના આવિર્ભાવના બદલે ગુણોનો વ્યાઘાત થાય-એ બહુ જ વિચિત્ર છે. ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ પ્રમાદાદિને પરવશ બનેલા જીવો નિગોદાદિની સ્થિતિને જે પામે છે તે આ ગુણના વ્યાઘાતનો વિપાક છે. આમ છતાં કાલક્રમે તેવા પણ જીવોનો દીક્ષા પર્યાય તો વધતો જ જાય છે. અનંતજ્ઞાનીઓની દષ્ટિએ આવા ગુણહીન દિવસ વગેરેને દીક્ષાના પર્યાય તરીકે ગણતા નથી. ગુણ- સહિત જે દીક્ષાનો સમય છે તે જ પરમાર્થથી દીક્ષાનો પર્યાય છે. એ વાત ઉચિત જ છે. કારણ કે જે પ્રવૃત્તિ જે કાર્યના ઉદ્દેશથી આરંભી હોય, તે પ્રવૃત્તિથી તે કાર્યના ઉદ્દેશની સિદ્ધિ થતી ન હોય તો તે પ્રવૃત્તિ તે કાર્યને અનુકૂળ નથી-એ માન્યા વિના ચાલે નહિ. ગુણોના વ્યાઘાતના સમયને તેથી જ દક્ષાના સમયમાં ગણવાનું ઉચિત ગણ્યું નથી. કાળક્રમે વધતા દક્ષા પર્યાયથી કોઈ લાભ નથી. ગુણના વ્યાઘાત વિનાના કાળક્રમે વધતા દીક્ષાપર્યાયથી લાભનો પાર નથી. આથી સમજી શકાશે કે દીક્ષા લઈને કેટલાં વર્ષ થયાંએનું મહત્ત્વ નથી, પરંતુ કેવાં થયાં-એનું મહત્ત્વ છે. કોઈ પણ જાતનો પ્રયત્ન કરીએ કે ના કરીએ તોપણ માત્ર કાળની અપેક્ષાએ દીક્ષાનો પર્યાય વધતો જ જવાનો છે. એવી વૃદ્ધિથી કોઈ જ નિસ્તાર નથી. માત્ર લોકોની દષ્ટિએ પર્યાયવૃદ્ધ તરીકે ગણતરી થાય અને આપણને પણ એમ લાગે કે સંયમજીવનમાં આટલાં

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74