Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 31
________________ પણ એ પરમતારક વચનોના કારણે છે- એ નિરંતર સ્મરણીય છે. ૨૮-૧ના | દશમા શ્લોકમાં જણાવેલી વાતનું સમર્થન કરાય છેमासादौ व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः । पर्याये युज्यते चेत्थं गुणश्रेणिप्रवृद्धितः ॥२८-११॥ આ રીતે વચનાનુષ્ઠાનના કારણે દશ પ્રકારનો બધો જ યતિધર્મ શુકલ ઉત્પન્ન થાય છે, તેથી એક માસ, બે માસ, ત્રણ માસ આદિ દીક્ષાના પર્યાયમાં અનુક્રમે વ્યન્તરનિકાયના દેવ વગેરેની તેજોલેશ્યાનું અતિક્રમણ થાય છે. આ પ્રમાણે જે પ્રજ્ઞમિ (ભગવતી) વગેરે સૂત્રમાં જણાવ્યું છે તે ગુણશ્રેણિઅધ્યવસાયની પ્રવૃદ્ધિને લઈને સંગત થાય છે.-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્યર્થ છે. કહેવાનો આશય એ છે કે પ્રજ્ઞમિ-વિવાહપ્રજ્ઞમિ (ભગવતી) વગેરે સૂત્રમાં ફરમાવ્યું છે કે દીક્ષાનો એક માસનો પર્યાય થાય ત્યારે બન્તરનિકાયના સામાન્યદેવતાઓની તેજલેશ્યાનો અતિક્રમ થાય છે. છ લેશ્યાઓમાં કૃષ્ણ, નીલ અને કાપોત-આ ત્રણ લેશ્યા અશુભ છે અને તેજે, પદ્મ અને શુક્લ-આ ત્રણ લેયાઓ શુભ છે. આત્માને શુભાશુભ અધ્યવસાયમાં સહાયભૂત પુલવિશેષને દ્રવ્યલેશ્યા કહેવાય છે; અને તે શુભાશુભ અધ્યવસાયમાં કારણભૂત મન:પરિણામવિશેષને ભાવલેશ્યા કહેવાય છે. જીવને સામાન્યરીતે ગતિવિશેષમાં અમુક અમુક દ્રવ્યલેશ્યાઓ હોય છે, જ્યારે ભાવલેશ્યાઓ તો અંતર્મુહુર્તે અંતર્મુહૂર્ત

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74