Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 30
________________ સઘળો ય દશ પ્રકારનો યતિધર્મ શુફલ જ-શુદ્ધ જ-ઉત્પન્ન થાય છે. આશય એ છે કે દીક્ષાની શરૂઆતથી જ વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થવાથી ક્ષમા વગેરે ધર્મ અતિચારરહિતપણે થાય છે. આથી કમે કરીને એક વર્ષ પછી તો ક્ષમા, મૃદુતા, સરળતા, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય-આ દશ પ્રકારનો યતિધર્મ સઘળો ય શુદ્ધ જ ઊપજે છે. કારણ કે નિરતિચાર તે તે વચનાનુષ્ઠાનથી; અતિચારસ્વરૂપ ક્રિયામલનો ત્યાગ કરાય છે. મલ વિનાની નિર્મળકિયાની આરાધનાથી ક્ષમા વગેરે ધર્મો શુદ્ધ જ ઊપજે-એ સમજી શકાય છે. સંયમજીવનનો પ્રારંભકાળ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એ કાળ દરમ્યાન વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે. આવા અવસરે નિદ્રા-વિકથાદિને આધીન બન્યા વિના શ્રી અરિહંત પરમાત્માના પરમતારક વચનાનુસાર જ કોઈ પણ અનુષ્ઠાન માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. સંયમજીવનના એ સમયમાં વચનાનુષ્ઠાનનો અભ્યાસ ન પડે તો પછીના સમયમાં એ અભ્યાસ પાડવાનું લગભગ શક્ય બનતું નથી. ખોટી રીતે શરૂ થયેલી વસ્તુનું સાચું પરિણામ કઈ રીતે આવે ? સાચા પરિણામના અર્થીએ કાર્યનો પ્રારંભ પણ સાચી રીતે કરવો જોઈએ. જ્ઞાનીઓની દષ્ટિએ સંયમજીવનમાં વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ ન થાય તો વસ્તુતઃ એ સંયમજીવન નથી. આગળની બારમી ગાથામાં આ વાત સ્પષ્ટપણે જણાવી છે. શ્રી વીતરાગપરમાત્માના વચનનું મૂલ્ય સમજાય તો જ દીક્ષાને આરાધી શકાશે. શ્રી અરિહંત પરમાત્માના પરમતારક વચનને છોડીને આ સંસારમાં કોઈ આરાધ્ય નથી. આરાધ્ય-અનુષ્ઠાનોની આરાધ્યતા

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74