Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 27
________________ છેલ્લી બે પ્રકારની ક્ષમાનો સમાવેશ થાય છે. શ્લોકમાં વર્ણવેલાં ચાર અનુષ્ઠાનોમાંથી સંયમજીવનમાં છેલ્લાં બે અનુષ્ઠાન હોય છે. પ્રથમનાં પ્રીત્યનુષ્ઠાન અને ભક્ત્યનુષ્ઠાન સંયમજીવનની પૂર્વે હોય છે. સંયમજીવનમાંના વચનાનુષ્ઠાનની અપેક્ષાએ પ્રીત્યનુષ્ઠાન અને ભક્ત્યનુષ્ઠાન ખૂબ જ સરળ છે. પરંતુ વર્તમાનમાં અનુષ્ઠાનો જે રીતે થઈ રહ્યાં છેએ જોતાં પ્રીત્યનુષ્ઠાન પામવાનું પણ ખૂબ જ કપરું છે. જ્યાં સંસારની અસારતાનું વાસ્તવિક ભાન ન હોય ત્યાં પ્રીત્યનુષ્ઠાન પામવાનું ઘણું જ કપરું છે. ધર્માનુષ્ઠાન કરતાં આ સંસારની કોઈ પણ વસ્તુ સારી લાગે ત્યાં સુધી વાસ્તવિક રીતે પ્રીતિ-અનુષ્ઠાન પણ થઈ શકે એમ નથી. મોક્ષસાધક કોઈ પણ અનુષ્ઠાન; સંસારની અસારતાના ભાન વિના મોક્ષપ્રદ બનતું નથી. આથી જ પ્રીત્યાદિ અનુષ્ઠાનોને સદનુષ્ઠાન તરીકે વર્ણવતી વખતે પરમપદનાં સાધનસ્વરૂપે વર્ણવ્યાં છે. ‘પ્રીત્યાદિ અનુષ્ઠાનો સંસાર– સુખને આપનારાં છે માટે તે સદનુષ્ઠાન છે’-આ પ્રમાણે જણાવનારાઓની માન્યતા સાચી નથી. ‘શ્રી ષોડશક પ્રકરણ' વગેરે ગ્રંથના પરિશીલનથી એ સમજી શકાય છે. ૨૮-૮॥ દીક્ષાની પ્રાથમિક અવસ્થામાં વચનાનુષ્ઠાન હોય છે અને ત્યાર પછી અસંગાનુષ્ઠાન હોય છે. ત્યાં બંન્ને અનુષ્ઠાનોની વિશેષતા જણાવવા પૂર્વક વચનાનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે सूक्ष्माश्च विरलाश्चैवातिचारा वचनोदये । स्थूलाश्चैव घनाश्चैव ततः पूर्वममी पुनः ॥ २८-९॥ ૨૪

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74