Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 26
________________ જે અનુષ્ઠાન, પ્રીતિ-અનુષ્ઠાનજેવું હોવા છતાં ગૌરવ (પવિત્ર) વિશેષ થવાથી વિશુદ્ધતર થાય છે તે બુદ્ધિમાનના અનુષ્ઠાનને ભત્યનુષ્ઠાન કહેવાય છે. પત્ની અત્યંત પ્રિય છે; તેમ જ માતા હિતકારિણી છે. એ બન્નેનું વસ્ત્રાદિ લાવી આપવા વગેરે સ્વરૂપ કાર્ય એકસરખું હોવાં છતાં બન્નેમાં પ્રીતિ અને ભકતિના કારણે જે વિશેષ છે તેમ પ્રીતિ અને ભતિ અનુષ્ઠાનમાં પણ ભેદ જાણવો. સર્વત્ર ઔચિત્યના યોગે થનારી, આગમના વચનમય જે પ્રવૃત્તિ તેને વચનાનુષ્ઠાન કહેવાય છે, જે ચારિત્રસંપન્ન આત્માઓને ચોક્કસ હોય છે. અભ્યાસના અતિશયના કારણે જે સત્પુરુષો દ્વારા આત્મસાત્ થયેલાની જેમ કરાય છે તેને અસંગાનુષ્ઠાન કહેવાય છે, જે આ; તેના પૂર્વપ્રયોગથી થતું હોય છે. દંડના કારણે થતું ચક્રમણ અને પૂર્વ- પ્રયોગાદિના કારણે દંડના અભાવમાં થતું ચક્રનું ભ્રમણ બંન્ને ભ્રમણ-સ્વરૂપે સરખાં હોવા છતાં તેમાં જેમ ફરક છે તેમ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં પણ અનુષ્ઠાનસ્વરૂપે સમાનતા હોવા છતાં ફરક છે. પ્રીતિ વગેરે ચાર અનુષ્ઠાનમાંનાં શરૂઆતનાં બે અનુષ્ઠાનમાં ઉપકારક્ષમા, અપકારક્ષમા અને વિપાકક્ષમા-આ ત્રણ ક્ષમાઓનો સમાવેશ થાય છે. વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન-આ બે અનુષ્ઠાનમાં અનુક્રમે વચનક્ષમ અને ધર્મક્ષમાનો સમાવેશ થાય છે. અન્યત્ર પણ એ પ્રમાણે જણાવ્યું છે કે આદ્ય બે અનુષ્ઠાનમાં ક્ષમાના ત્રણ પ્રકારનો અને છેલ્લાં બે પ્રકારનાં અનુષ્ઠાનોમાં

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74