Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 20
________________ છતાં એ અંગે પૂ. ગુર્નાદિક કશું જણાવે તો તે સહન કરવાની વૃત્તિ ન હોય તો ક્ષમાધર્મ પામવાનું કઈ રીતે શક્ય બને ? ખોટું સહન થતું નથી'-આ કથન સાચું નથી. અવસરે કેટલું સહન કરીએ છીએ, કોનું સહન કરીએ છીએ અને કેવું સહન કરીએ છીએ-એ, કોઈ પણ જાતની માયાને સેવ્યા વિના વિચારવાની જરૂર છે. એ પ્રમાણે વિચાર કરવાથી સમજાશે કે સહન થતું નથી-એ સાચું નથી, પરંતુ સહન કરવું નથી-એ સાચું છે. પાપનું ફળ ભોગવ્યા વિના ચાલે એવું નથી. વગર ગુનાની સજા આપણે ત્યાં નથી. વર્તમાનમાં વાંક ન જણાય તો ચોક્કસ જ એ ભૂતકાળનો હશે. આપણી ભૂલ વિના આપણને કોઈ સજા કરતું નથી... આવી શ્રદ્ધા કેળવીને ગમે તે રીતે સહન કરવાની વૃત્તિ મેળવી લીધા વિના ચાલે એવું નથી. તિતિક્ષા અને પ્રતિચિકીર્ષા (પ્રતીકાર કરવાની ઈચ્છા) આ દ% અનાદિકાળથી ચાલ્યા જ કરે છે. પ્રતિચિકીને દૂર કરી તિતિક્ષા (લાચારી વિના સહન કરવાની વૃત્તિ) કેળવી લેવાય તો ક્ષમાધર્મને સરળતાથી આરાધી શકાય. ઉપર જણાવ્યા મુજબ દિક્ષામાં પ્રાથમિક કાળમાં વચનક્ષમા હોય છે અને ત્યાર પછી ધર્મક્ષમા હોય છે. અધ્યયનાદિની અભિરતિ સ્વરૂપ વચનાનુષ્ઠાન પણ પ્રાથમિક કાળમાં હોય છે. ગ્રંથકાર પરમર્ષિએ શ્લોકમાંના અનુષ્ઠાન પદનો અર્થ અધ્યયનાઘભિરતિ જણાવીને સાધુભગવંતોને નિરંતર યાદ રાખવા જેવી માર્મિક વાત કરી છે. દીક્ષા લીધા પછી તે તે સમયે વિહિત કરેલા તે તે અનુષ્ઠાનમાં સાધુભગવંતોએ પૂર્ણરતિવાળા બનવું

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74