Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 11
________________ देया दीक्षास्य विधिना नामादिन्यासपूर्वकम् । हन्तानुपप्लवश्वायं सम्प्रदायानुसारतः ॥२८-४॥ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે કે- પૂર્વે જણાવ્યા મુજબ જે દીક્ષા માટે યોગ્ય છે તેને આગમમાં જણાવ્યા મુજબની વિધિથી, નામાદિના ન્યાસ(પ્રદાન) પૂર્વક દીક્ષા આપવી જોઈએ. પોતાના સંપ્રદાયના અનુસાર કરેલો આ નામાદિન્યાસ વિધ્વરહિત છે. આશય એ છે કે સમ્યગુ ગુરુરાગના કારણે ચારિત્રની ક્રિયાઓ માટેનું સામર્થ્ય પ્રાપ્ત થયા પછી મુમુક્ષુ સંયમાર્થી આત્માને આગમમાં જણાવેલી વિધિપૂર્વક દીક્ષા આપવી જોઈએ. અને તે વખતે સંપ્રદાય(પૂર્વમહાપુરુષોએ બતાવેલી સામાચારી) મુજબ નામાદિનો ન્યાસ કરવો જોઈએ. આ નામાદિનો ન્યાસ વિમ્બરહિત હોય છે. આગમમાં સુપ્રસિદ્ધ એવા નામાદિના ન્યાસથી જ નિર્વિઘ્નપણે દીક્ષાનો નિર્વાહ થાય છે અર્થાત્ દીક્ષાના પારમાર્થિક ફળ સુધી પહોંચાય છે. ' કોઈ મુમુક્ષુ આત્માને દીક્ષા આપતી વખતે તેનું પ્રશાન્ત, પ્રશમ, ભદ્ર...વગેરે નામ રાખવાથી તે તે નામના અર્થ પ્રગમાદિનું સ્મરણ થાય છે. તેવા પ્રકારના નામથી જ તે નામવાળા પવિત્ર આત્માઓના ગુણો યાદ આવે છે. અને તેથી ઉત્તમ કુળ અને જાતિ સંપન્ન આત્માઓને ગ્રહણ કરેલી સર્વવિરતિસંબધી પ્રતિજ્ઞાનું પાલન સરળ બને છે. આશય એ છે કે કોઈ સંયોગવશ સાધુમહાત્માને પરીષહાદિ નિમિત્તે અરતિ વગેરે થાય ત્યારે પોતાના તે તે પ્રશમાદિ નામના અર્થના અનુસ્મરણથી તેમને ત્યારે એમ થાય કે-“મારું નામ ક્યાં અને મારું વર્તન ક્યાં છે તે તે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74