Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 17
________________ કારણસ્વરૂપ લિંગો છે. જેમ કાર્ય (ધૂમાદિ)ના કારણે કારણ(અગ્નિ વગેરે)નું અનુમાન થાય છે, તેમ કારણ(મંગલાદિ)ના કારણે કાર્ય(વિનનાશાદિ)નું પણ અનુમાન થાય છે. વિશિષ્ટ સમ્યગ્દર્શનાદિસ્વરૂપ ભાવ ભાવિમાં પ્રાપ્ત થનાર આચાર્યપદાદિનો અનુમાપક છે. “માવ: સતકીપર:” આ શ્લોના છેલ્લા પદથી જણાવેલી વાતને સ્પષ્ટ રીતે જણાવી છે કે આચાર્યત્વ વગેરે વિશિષ્ટ સ્થાને અવસ્થિત (રહેલા) આત્માઓની અવસ્થાનો પ્રકાશક (જણાવનારો-સૂચવનારો) આ ભાવ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનો વાસ (પ્રદાન); ઉપર જણાવ્યા મુજબ અનુક્રમે કીર્તિ, આરોગ્ય અને વ્રતની સ્થિરતાને કરનાર તેમ જ સત્પદને જણાવનાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-આ ચારે ય ભેગા મળીને શ્રેષ્ઠ કોટિનાં કીર્તિ, આરોગ્ય વગેરેનાં કારણ બને જ છે-એ વિચારવું જોઈએ. સામાન્યથી પ્રત્યેકનું કારણ બનનારાના સમુદાયના કારણે અંતે તે પ્રત્યેથી ઉત્પન્ન થનારા કાર્યમાં જ પ્રકૃષ્ટતાનો આવિર્ભાવ થતો હોય છે. અન્યગ્રંથ (શ્રી ષોડશક પ્રકરણોમાં પણ એ વાતને સ્પષ્ટપણે ફરમાવતાં જણાવ્યું છે કે-નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ; ચોક્કસપણે કીર્તિ, આરોગ્ય, ધ્રુવસ્થિરતા) અને પદની પ્રાપ્તિને સૂચવનારાં છે-આ પ્રમાણે આચાર્યભગવંતો જણાવે છે. તેથી નામાદિના ન્યાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. આ ગાથામાં ધ્રુવ પદ ધ્રુવતા (સ્થિરતા) અર્થને જણાવનારું છે. ધ્રુવ પદ વાસ્તવિક રીતે સ્થિરાર્થક છે, તેથી ઉપર જણાવ્યા મુજબ ભાવની (સ્થિરતાની) પ્રધાનતાનો નિર્દેશ છે.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74