Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 16
________________ ટકી રહેવું એ વ્રતની સ્થિરતા નથી. વ્રતની પરિણતિમાં સ્થિર રહેવું એ વ્રતની સ્થિરતા છે. શ્રુતાભ્યાસ વિના છાપાં વગેરે વાંચીને દિવસો તો પસાર થઈ જશે અને વેષમાં પણ ટકી રહેવાશે. પરંતુ વ્રતની પરિણતિમાં સ્થિરતા નહીં મળે. શ્રુતાભ્યાસ વિનાની બાહ્ય પ્રવૃત્તિ (છાપાં વગેરે વાંચવાની) ગમે છે એનું પણ ખરું કારણ એ છે કે વ્રતમાં સ્થિરતા નથી. વ્રતમાં સ્થિરતાની આવશ્યક્તા હોય તો વહેલામાં વહેલી તકે શ્રુતાભ્યાસની પ્રવૃત્તિને શરૂ કર્યા વિના બીજો કોઈ જ ઉપાય નથી. માત્ર કૃતાભ્યાસથી પણ વ્રતમાં સ્થિરતા નથી આવતી. સાધુભગવંતો માટે તે તે કાળે વિહિત કરેલી સઘળીય ક્રિયાઓનો અભ્યાસ પણ વ્રતની સ્થિરતામાં આવશ્યક છે. આથી જ અહીં ‘દ્રવ્ય પદથી સલસાધુષિાનો પણ સમાવેશ ક્યું છે. સમર્થ મૃતના અભ્યાસીઓ, સકલ સાધુકિયાના અભ્યાસી હોવા જોઈએ. જ્ઞાનીને કર્તવ્યતાનો પરિણામ હોય જ-એ સમજી શકાય છે. આ પ્રમાણે મૃત અને સકલસાધુષિા સ્વરૂપ દ્રવ્યના ન્યાસ વડે વ્રતની સ્થિરતા પ્રાપ્ત થાય છે. " - ભાવના ન્યાસથી સત્પદની પ્રાપ્તિ જણાવાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રાદિ સ્વરૂપ ભાવની પ્રાપ્તિથી વિશિષ્ટ પુષ્યયોગે સાધુભગવંતોને ભવિષ્યમાં આચાર્યપદાદિની પ્રાપ્તિ થતી હોય છે. એને જણાવનારો અહીં ભાવનો વાસ છે. ક્ષયોપશમભાવની નિર્મળતાના કારણે કોઈવાર આત્માને વિશિષ્ટ પુણ્યયોગે એવા આચાર્યપદાદિની પ્રાપ્તિ થતી હોય છે. ભાવિમાં થનારા એ કાર્યનાં સમ્યગ્દર્શનાદિસ્વરૂપ ભાવો

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74