Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 14
________________ સર્વથા પાપથી નિવૃત્ત થવાની ભાવના ઉત્કટ કોટિની હોય છે. હજુ ક્યાં દીક્ષા લીધી છે જે માટે પાપ કરી શકાય-આવો વિચાર મુમુક્ષુ આત્માને તો ન જ આવવો જોઈએ. “હજુ દીક્ષા લીધી નથી માટે પાપ કરવું પડે છે.” આવો એકમાત્ર વિચાર તેના હૃદયમાં રમતો હોય છે. તેથી જ આવા મુમુક્ષુ આત્મા શક્ય પ્રયત્ન જેમ બને તેમ પાપની નિવૃત્તિ વધારે પ્રમાણમાં કરતા હોય છે. વર્તમાનની પરિસ્થિતિ ખૂબ જ વિલક્ષણ છે. જેમની દીક્ષા આવતી કાલે છે-એવા પણ મુમુક્ષુ આત્માઓ એમ વિચારતા હોય છે કે-દીક્ષા લીધા પછી બધું બંધ જ છે ને ? માટે અભક્ષ્ય-અપયાદિ છેલ્લી વાર વાપરી લઈએ. ખરી રીતે આવા મુમુક્ષુઓ દીક્ષા માટે યોગ્ય નથી. ગૃહસ્થજીવનમાં પણ જેમ બને તેમ વધુ પાપ નિવૃત્તિને કરનારા આત્માઓ દીક્ષા માટે યોગ્ય છે. આવા આત્માઓને સાધુવેષના સમર્પણ સ્વરૂપ સ્થાપનાન્યાસ કરવાથી એના નિરંતર દર્શનથી આવા આત્માઓને હવે મારાથી કોઈ પણ સંયોગોમાં પાપ થાય નહિ'-આવો ખ્યાલ સતત રહ્યા કરે છે. નિસર્ગથી જ સરળ એવા આત્માઓ માટે ઉપર જણાવ્યા મુજબ સ્થાપના-ન્યાસ, ભાવરોગસ્વરૂપ પાપથી સર્વથા દૂર રાખી ભાવ-આરોગ્યનું કારણ બને છે. શ્લોકમાંનું સ્થાપનારોથરિ'-આ પદ ઉપર જણાવેલા પરમાર્થને જણાવે છે. “વેષ'ની પણ મહત્તા છે, જે ઉપર જણાવ્યા મુજબ ભાવરોગથી દૂર રાખી આત્માને ભાવારોગ્યનું પ્રદાન કરે છે. આવો વેષ ભાવરોગનું સાધન ના બને એનો મુમુક્ષુજનોએ ખ્યાલ રાખવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74