Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 15
________________ નામન્યાસથી કીર્તિ ફેલાય છે. સ્થાપનાન્યાસથી આરોગ્ય (ભાવારોગ્ય)ની પ્રાપ્તિ થાય છે અને દ્રવ્યથી વ્રતની સ્થિરતા પ્રાપ્ત થાય છે. અહીં દ્રવ્યથી સામાન્ય રીતે આચારાજ્ઞાદિ કૃત વિવક્ષિત છે. અથવા સકલ સાધુપણાની ક્રિયા વિવક્ષિત છે. દીક્ષા જીવનમાં મૃત અને ક્રિયાની પ્રાપ્તિ થવાથી ગ્રહણ કરેલી સર્વવિરતિનું પ્રતિપાલન નિરતિચારપણે દઢતાપૂર્વક થઈ શકે છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન હોય અને કરવાનો અભ્યાસ હોય તો તે વસ્તુ ખૂબ જ સરસ રીતે દઢતાપૂર્વક કરી શકાય છે. આવી જ રીતે આચારાલ્ગાદિ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિથી અને સાધુપણાની સકલ ક્ષિાના અભ્યાસથી સર્વવિરતિનું પાલન ખૂબ જ દઢતાપૂર્વક કરી શકાય. અન્યથા મહાવ્રતોના પાલનમાં કોઈ સ્થિરતા નહીં રહે. મૃતાભ્યાસ અને ક્રિયાભ્યાસ વ્રતની સ્થિરતાનું અદ્ભુત સાધન છે. એ સાધનને સેવ્યા વિના વ્રતની સ્થિરતા શક્ય નથી. મોક્ષની સિદ્ધિ ન થાય ત્યાં સુધી વ્રતની સ્થિરતા આવશ્યક છે. વ્રતના પાલન માટે દઢ નિર્ધાર ન હોય તો તેમાં સ્થિરતા ક્યાંથી આવે? વ્રતના પાલન માટે જે દઢ નિશ્ચય અપેક્ષિત છે, તે મોક્ષની તીવ્ર ઈચ્છાથી જન્મે છે. મોક્ષની ઈચ્છાને ઉક્ટ બનાવવા માટે સંસારની અસારતાનું અને મોક્ષની એકાંતે સારતાનું વારંવાર પરિભાવન કરવું જોઈએ. આ પરિભાવન માટે શ્રુતાભ્યાસ વિના બીજે કોઈ ઉપાય નથી. વર્તમાન સમયમાં મુમુક્ષુ આત્માઓને લગભગ શ્રુતાભ્યાસની આવશ્યકતા જણાતી નથી. શાસ્ત્રની દ્રષ્ટિએ શ્રુતાભ્યાસ વિના સંસારની અસારતાદિનું પરિભાવને શક્ય નથી. અને એ વિના વ્રતમાં સ્થિરતા આવતી નથી. માત્ર સાધુવેષમાં

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74