Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 10
________________ પૂ. ગુરુદેવશ્રીને એ અધ્યયનના અભ્યાસ અંગે વાસ્તવિક વિધિ કયો છે-તે પૂછ્યું. ગુરુદેવે જણાવ્યું કે આ ચોથું અધ્યયન જ્યાં સુધી આવડે નહિ ત્યાં સુધી તેના સમુદ્ધેશ-અનુજ્ઞાની ક્રિયા થાય નહિ; અને ત્યાં સુધી આયંબિલનો તપ કરવો પડે. આ પ્રમાણે સાંભળીને શ્રી માપતુષ મુનિએ પૂ. ગુરુદેવશ્રીના જણાવ્યા મુજબ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ચોથા અધ્યયનને અભ્યસ્ત કરવા માટે ઉત્કટ પ્રયત્ન કરવા સાથે આયંબિલનો તપ ચાલુ રાખ્યો. બાર વર્ષ સુધીની એ સાધનાના અન્તે તેઓશ્રીએ કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે જ્ઞાનની પ્રાપ્તિ ન થવા છતાં, પૂ. ગુરુદેવશ્રીના પરમતારક વચનનો સ્વીકાર કરી ચારિત્રની સમગ્ર સાધના દ્વારા તેઓશ્રી કેવલજ્ઞાની બન્યા. આથી સમજી શકાશે કે આવા માતુષ મુનિ જેવા મુગ્ધ આત્માઓ દીક્ષા માટે યોગ્ય છે. અબુધ માણસને મોટા ભાગે આપણે મુગ્ધ સમજીએ છીએ. પરન્તુ એ વાત બરાબર નથી. ખરી રીતે તો જેઓ અબુધ તો છે અને સાથે સાથે તેઓ સરળ હોય તો તેઓ મુગ્ધ છે. આવા પ્રકારની મુગ્ધતા જેમનામાં છે તે આત્માઓ દીક્ષાગ્રહણ માટે યોગ્ય છે. આવી મુગ્ધતા જેમનામાં નથી, તેઓ દીક્ષા માટે યોગ્ય નથી. હૃદયની સરળતા આત્માને પ્રજ્ઞાપનીય બનાવે છે. અને પ્રજ્ઞાપનીય આત્મા ક્રમે કરી પ્રજ્ઞાવાન બને છે. પ્રજ્ઞાવાન આત્મા ચારિત્રની ક્રિયાઓ સમ્યક્ પ્રકારે કરવા સમર્થ બને છે.... 1122-311 ઉપર જણાવ્યા મુજબ જેઓ દીક્ષા માટે યોગ્ય છે તેમને દીક્ષા કઈ રીતે આપવી તે જણાવાય છે ૭

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74