Book Title: Diksha Batrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 9
________________ કરે એ બરાબર છે; પરન્તુ જ્ઞાનીની નિશ્રામાં રહેનારને તેવા પ્રકારનું જ્ઞાન નહિ હોવાથી તેઓને દીક્ષાની યોગ્યતાનો સંભવ કઈ રીતે હોય-આવી શંકાના સમાધાન માટે જણાવાય છેयस्य क्रियासु सामर्थ्यं स्यात् सम्यग्गुरुरागतः । योग्यता तस्य दीक्षायामपि माषतुषाकृतेः ॥२८-३॥ જેમને ક્રિયામાં ગુરુદેવશ્રી પ્રત્યેના રાગના કારણે સુંદર સામર્થ્ય પ્રાપ્ત થાય છે, તેવા શ્રીમાલતુષ મહાત્મા જેવા મહાત્માઓ દીક્ષા માટે યોગ્ય છે. કહેવાનો આશય એ છે કે ભૂતકાળના જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદયના કારણે જ્ઞાન ન મળે ત્યારે જ્ઞાનના અભાવે વાસ્તવિક રીતે ચારિત્રની ક્રિયા કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થતું નથી. પરન્તુ ભવનિસ્તારક પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે સારી રીતે રાગ થવાથી; તેઓશ્રીનાં પરમતારક વચનોનો સર્વશે. સ્વીકાર કરાય છે, અને તેથી તે તે ક્રિયાઓ કરવાનું સુંદર સામર્થ્ય પ્રાપ્ત થાય છે, જેથી ચારિત્રની કોઈ પણ ક્રિયા વિશુદ્ધ રીતે કરી શકાતી હોવાથી તેવા આત્માઓમાં દીક્ષાની યોગ્યતા મનાય છે. શ્રી માપતુષ મુનિનું દૃષ્ટાન્ત ખૂબ જ સુપ્રસિદ્ધ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું ચોથું અસંખય અધ્યયન, તેઓશ્રી કંઠસ્થ કરી રહ્યા હતા. ભૂતકાળના જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદયે એ અધ્યયન, તેઓશ્રી કંઠસ્થ કરી શક્યા નહિ. પુષ્કળ પ્રયત્ન પણ જ્યારે તે મહાત્માને એ અધ્યયનનું જ્ઞાન પ્રાપ્ત થયું નહિ, ત્યારે તેઓશ્રીના પૂ. ગુરુદેવશ્રીએ તેમને કહ્યું કે-આગળના અધ્યયનની ક્રિયા કરી લઈએ. એ સાંભળી શ્રી માલતુષ મુનિએPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74