Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 6
________________ ઉદ્દેશ વીસરી જવાય તો દીક્ષા દીક્ષા નહિ રહે અનન્તજ્ઞાનીઓએ ઉપદેશેલી એ દીક્ષા એ પરમપવિત્ર આશયને લઈને છે. એ આશય વિનાની દીક્ષા આત્માને લાભદાયી નહિ બને. શ્લોકના ઉત્તરાર્ધમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ખૂબ જ માર્મિક વાત કરી છે. શ્રેયાનું પ્રદાન કરનારી અને અશિવસંસારનો ઉચ્છેદ કરનારી દીક્ષા ચોક્કસપણે જ્ઞાનીને હોય છે અથવા જ્ઞાનીભગવન્તની નિશ્રામાં રહેનારને હોય છે. જેઓ જ્ઞાની નથી અથવા તો જ્ઞાનીની નિશ્રામાં રહેતા નથી; એવા લોકોને ચોક્કસ જ દીક્ષાની પ્રાપ્તિ થતી નથી. દીક્ષાની વાસ્તવિક પ્રાપ્તિ માટે જ્ઞાન અથવા તો જ્ઞાનીની નિશ્રા જ કારણ છે-એ આથી સ્પષ્ટપણે સમજી શકાય છે. જ્ઞાની બન્યા વિના અથવા જ્ઞાનીની નિશ્રામાં નિરંતર રહ્યા વિના દીક્ષાની પ્રાપ્તિ અને આરાધના કોઈ પણ રીતે શક્ય નથી-આ વાત દીક્ષાના પરમાર્થને સમજતી વખતે ખ્યાલમાં રાખવી જોઈએ. જ્ઞાનીની નિશ્રા એટલે ગુરુષારતન્ય. જ્ઞાની-ગુરુની સાથે રહેવા માત્રથી "જ્ઞાની નિશ્રા કહેવાતી નથી. જ્ઞાનીને આધીન થઈને રહેવાથી જ્ઞાનીની નિશ્રા પ્રાપ્ત થાય છે. જ્ઞાનીની સાથે રહીએ અને પોતાની ઈચ્છા મુજબ વર્તીએ તો ચોક્કસ જ દીક્ષાની પ્રાપ્તિ નહીં થાય. સ્વચ્છન્દતા' સઘળા ય અનર્થોનું મૂળ છે. સકલ પાપોથી રહિત એવી પણ નિષ્પાપ દીક્ષા, સ્વચ્છન્દતાને લઈને અનર્થકારિણી બને છે-એ વીસરવું ના જોઈએ. પાપ ગમે છે એવું ન પણ હોય પરન્તુ સ્વચ્છન્દીપણું ગમતું નથી-એમ કહેતાં પૂર્વે એકવાર નહિ સો વાર વિચારવું પડે એવી લગભગ સ્થિતિ છે. સર્વથા પાપરહિત

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 74