Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 5
________________ આધારે “દીક્ષા' શબ્દનો આ અર્થ શ્રી ષોડશક પ્રકરણમાં વર્ણવ્યો છે. “દીક્ષા' શબ્દથી પ્રતીત થનારો એ અર્થ દરેક દીક્ષાર્થીએ નિરંતર યાદ રાખવો જોઈએ. દીક્ષા, મોક્ષને આપનારી હોવી જોઈએ અને સંસારનો અત્ત કરનારી હોવી જોઈએ. શિવ-મોક્ષથી ભિન્નને સંસાર કહેવાય છે. જ્યાં શિવ-કલ્યાણ નથી એ અવસ્થાને સંસાર કહેવાય છે. ચારગતિમય આ સંસારમાં કલ્યાણનો લેશ પણ નથી. અને ચારગતિમય સંસાર, કર્મયોગે છે તેથી સર્વથા સકલર્મક્ષયે થનાર મોક્ષથી તે તદ્દન જ જુદો છે. આવા અશિવસ્વરૂપ સંસારનો ઉચ્છેદ કરનારી દિક્ષાને અને મોક્ષનું પ્રદાન કરનારી દીક્ષાને જ દીક્ષા કહેવાય છે. જે દીક્ષાથી સંસારનો ઉચ્છેદ થતો નથી અને મોક્ષ પ્રાપ્ત થતો નથી, એને દીક્ષા માનવાનું યોગ્ય નથી. દીક્ષાનું પરિપાલન કરનારાએ રાત અને દિવસ ચિતવવું જોઈએ કે આપણી દીક્ષાથી સંસારનો ઉચ્છેદ કેમ થતો નથી; અને મોક્ષ કેમ મળતો નથી. આજની આપણી દશા જોતાં વિચારવું પડે કે ખરેખર જ અશિવના ઉચ્છેદ માટે અને શ્રેયની પ્રાપ્તિ માટે દીક્ષા લીધી હતી ને ? અને જો એ આશય હતો તો આજે એ છે કે નહિ ? સાચું કહીએ તો મોટા ભાગે અશિવના ઉચ્છેદનો વિચાર જ આવતો નથી. એના બદલે દુઃખના ઉચ્છેદનો જ વિચાર આવે છે. સહેજ પણ પ્રતિકૂળતા જણાય એટલે તેને દૂર કરવાનો વિચાર આવે છે. અશિવના ઉચ્છેદનો વિચાર તો કોણ જાણે ક્યાં ભાગી જાય છે ? આવી સ્થિતિમાં શ્રેય પામવાની વાત તો યાદ જ આવતી નથી. દીક્ષા લીધા પછી અશિવના ઉચ્છેદનો અને શ્રેય પામવાનો આશય 2

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 74