________________
આ સધળું મારા સરખા વિવાર્થીને એક સાહસ જેવું કામ પણ નિજમન વિચાર કરો કે આ અલ્પ આયુષને એક ભાગ આવા શુભ કાર્યને અપૅણકરવાસમાન પુણ્ય, જીવડા, કશું નથી. હાલ તે મનની આશા મનમાં રાખી ગુજરાતી ભાષાન્તરની ગોઠવણપાછળ મ. માટી ખટ અવકાશ અને જ્ઞાનની હતી. આથી કેટલીક વારસ્તો બહુ મુઝવણ થઈ. આરંભમાં જ કામ ઘણું વિકટ લાગ્યું. લેખણ લઈ બેસવા ગમે નહિ. એ કયારે થઈ રહેશે એવા ભયભિત વિકલ્પ થવા લાગ્યા. ફરી વિચાર કરતાં એ કામ કોઈ બીજાને સાંપવા ઈચ્છા થઈ–દામ આપી ભાષાતર કરાવી, પછી છપાવી પ્રસિદ્ધ કરવું. પણ એવડી સંપતિ કોની પાસેના સારે ભાગ્યે એ વાત મારા મિત્ર, ભાઈ નવરોજજી ચેરછ માબેદછનાને કરી. તેઓએ ધીરજ મળે એવા માર્ગ દેખાડયા. બંને મળી ની કર્યું કે ભાષાન્તર કરી કોઈ માસિક પાનિયામાં છપાવવાં–પછી પિસાની જોગવાઈ થાય તે પુસ્તકારે પ્રસિદ્ધ કરવાં. ભાઈ નવરેજ પહેલાં બે ભાષણ લઈ બેઠા. હવે માસિક ચોપાનિયાની બાળ કરવા નિકળ્યા. એમાં કાંઈ ઊજન જેવું ખાયું નહિ. એક મિત્રે સર્વથી મટી આશા એ આપી કે તમારા ભાષાન્તરમાંથી પ્રસન વડતા છુટા છવાયા ઉતારા છાપતા જઈશું. આ વાત અમારે મળે કેમ ઉતરે? હવે તે મજ માત્રને શરણે જવું એમ નિશ્ચય કર્યો. મુંબઈની પ્રજા એવાં કામ પાછળ ઝાઝી ખેતી નથી; તોપણ એને પોતાને અભિમાન હતું કે જે પ્રજાએ પારસરખાના ને આશ્રય આપ્યો હતો, તેઓ માકસ મઅલરના આ પ્રધાન પુસ્તકને અનાદર કરશે નહિ. એમ ધારી પહેલાં એ વાત કેટલાક સુજ્ઞ ઈગ્રેજ મિત્રોને કહી. મિ. ભારતિન ઊડ, મિ. ઉઅસવર્થ, મિ. બંડ, મિકેન્ડી, મિમિકનાટન, મિ. ગિબ્સ, આદિ વિદ્વજનોએ એ કામ ઉપાડી લેવાની ભલામણ કરી. ઘન્ય અમારા પારસી અને હિંદુ બંધુઓને કે થોડા જ માસમાં સિાની રેલમછેલ થઈ ગઈ. છપામણું બંધામણ તે સહજનિકળી આવ્યું. હવે જીવમાં જીવ આવ્યા, અને ઉમંગથી કામ આવ્યુ. ,
પણ થોડી જ વારમાં શાસ્ત્રીબાવાના ભવ્ય વિચાર આપણી ગરીબડો ગુજરાતીમાં ઉતારતાં ત્રાહિ ત્રાહિ પિકારવી પડી. બંને ભાષાન્તરકર્સ સરખા વિદ્વાન ! ઘણીવાર કર્તાના વિચાર તેન તેજસ્વી વાણીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com