Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
આ પહેલે માણસ સમાજના ક્રાંતિકાર તરીકે સમાજરૂપી જીર્ણશીર્ણ મકાનને પાડી, તેના દરેક અંગમાંથી સારા સારા તો હશે તેમને તારવી લેશે અને સમાજના નવા મકાનમાં યથાસ્થાને ગોઠવી દેશે. ત્યારે સુધારક માણસ એક કે બે રૂઢિઓમાં ફેરફાર કરાવી તાત્કાલિક ઝડપી લાભથી લોકોને આંજી દેશે પણ આવી મરમ્મતથી સમાજરૂપી મકાન વધારે ટકી શકશે નહીં.
અંગ્રેજી ભાષામાં એના માટે બે શબ્દો છે ક્રાંતિને Revolution (રીવેલ્યુશન) કહેવામાં આવે છે ત્યારે સુધારાને Reform (રીફોર્મ) કહેવામાં આવે છે. જેમ માણસને તાવ આવ્યો હોય ત્યારે તાત્કાલિક રાહતની દષ્ટિએ એલોપેથિક –ઈજેકશન વગેરે જલદ ઉપાયોથી તાવને દબાવી દેતું દેખાય છે-તાવ મટી પણ જાય છે, પણ તે થોડો વખત પછી બીજી રીતે ફૂટી નીકળે છે કારણ કે અંદરની શુદ્ધિ થતી નથી. તેના બદલે બીજે માણસ થોડુંક કષ્ટ વધારે સહીને તાવને જડમૂળથી કાઢવા માટે નિસર્ગોપચાર કે આયુર્વેદિક ઉપચાર કરે છે. જેથી તેને બધે મળ નીકળી જાય છે અને ફરીથી તેના ઉપર બીજી પ્રતિક્રિયા થતી નથી. એવી જ રીતે સમાજમાં ચાલતાં અનિષ્ટને એક સુધારક કોટિને માણસ જલદ ઉપાયોથી, તરત દબાવી દે છે, પણ ક્રાંતિકારની કોટિને માણસ, બધાં જ અનિષ્ટોને ઘરમૂળથી નાબુદ કરવા માટે ચારે બાજુથી, પ્રયત્નથી કાર્ય કરે છે, એ ઉપાય ચિરસ્થાયી હોય છે. જો કે એક ક્રાંતિ પછી બીજી ક્રાંતિ કરવી પડતી નથી; એમ નથી. પણ બીજી કરવી પડે તે પણ તે પહેલાંનાં અનુસંધાનમાં જ હોય છે, અને સમાજમાં સાચાં મૂલ્યો વણાઈ જાય છે. એવી ક્રાંતિ ચિરકાળ-સ્થાયી હોય છે. સામાન્ય રીતે તેવો કાળ યુગ જેવો ગણાય છે. હિંસક અને અહિંસક ક્રાંતિ :
આ બન્ને ક્રાંતિમાં પણ ઘણે ફરક છે. હિંસક ક્રાંતિથી તાત્કાલિક અને જલદ લાભ દેખાય છે, પણ એના પ્રત્યાઘાતો પણ એવા જ જલદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com