Book Title: Dharm Deshna
Author(s): Vijaydharmsuri
Publisher: Harshchandra Bhurabhai Shah

View full book text
Previous | Next

Page 11
________________ ષ્ય નદીના પૂરની માફક સપાટાબંધ ચાલ્યું જાય છે. મનુષ્ય જાણે હું હેટ થાઉં છું, પરંતુ મહા બની નથી જાણતા કે આયુષ્ય ઓછું થતું જાય છે. બરો રામજિન” શરીર તો રોગનું ઘર છે. આવી પ્રત્યક્ષ દેખાતી, અનુભવાતી અનિત્ય કાયાની માયામાં નિર્થક મોહ રાખવાનું છે. મનુષ્ય અજ્ઞાન દશાથી આ ઘર મારું, આ સ્ત્રી મારી, આ મિત્ર માર, એમ કરી ઝરી મરે છે. ખરેખર તપાસીએ તો આ ઘર નથી પરંતુ એક કેદખાનું છે, આત્માનું ઘર બીજું જ છે. મને હર અને સુંદર સ્ત્રી પણ અન્યજ છે, જયારે તેની ઓળખ થાય છે ત્યારપછી કોઈ પણ મનુષ્ય દુ:ખદાયી, અને અનિત્ય વસ્તુઓના ફાસલામાં મોહ પામતું નથી. એટલે સાંસારિક જને સાથે સંબંધ છે તે માત્ર દુઃખને જ દેવાવાળે છે. કેમકે દમૂઠાને ટુકા’િ આ પ્રમાણેનું આર્ષ વચન છે. માટે જેમ બને તેમ આવા અસાર સંચાર અને દુખમય કુટુંબ કબીલાને જાણી સંસારથી મુકત થઈ પંચમહાવ્રતનું પાલન કરી યથાશક્તિ જ્ઞાન, ધ્યાન, તપસ્યાદે ધર્મક્રિયામાં સમય વ્યતીત કરી, બની શકે તે પ્રમાણે શાસનની ઉન્નતિ કરી પરમ પુરૂષર્થને પ્રાપ્ત કરવા ઉજમાળ થવું તેજ શ્રેયસ્કર છે. શરીરને ભરૂં કઈને છેજ નહિ માટે ધર્મના કામમાં ઢીલ કરવી જોઈતી નથી.” ખેડાએલ જમીનમાં વર્ષ અનુકુળ થઈ પડે છે. પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના આ ઉપદેશામૃતના સાથે મુળચંદભાઈને ઉત્સાહ બંધ બેસતું હતું અને તેથી તેઓએ પ્રકટપણે પિતાનું આ ગમન તથા ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા જણાવી મહારાજશ્રીને દિક્ષા આપવા વિનંતિ કરી. ગુરૂશ્રીએ દીક્ષાને માટે પાત્રની યોગ્યતા સમજતા હતા–રાગને નહિ સમજનાર ઉછરતાં બચ્ચાંઓ વિરાગી કહેવરાવવાને ડેળ કરે તેવી સ્થિતિ મુળચંદભાઈની નથી, તેમ તેઓ જોઈ શકયા. તેના આત્મામાં ઉછળતે ધમભાવનાને રંગ પારખી શક્યા. છતાં પણ વડીલ જનની આજ્ઞાની જરૂર વિચારી તેમ કરવા ફરમાવ્યું. ગુરૂની આજ્ઞાને માન આપી મુળચંદભાઈ પાછા મહુવે ગયા. અને માતા પિતાને આજ્ઞા આપવા અરજ કરી. પિતા આ પ્રસંગે ચક્ષુરિંદ્રિય રહિત હતા. તેથી તેઓ આંતર ચક્ષુવડે આ મહિતને શુદ્ધ માર્ગ સમજી શક્યા. જ્યારે માતા તરફથી પુત્રવાત્સલ્યના અંગે રજા મેળવતાં શ્રમ પડે, પણ અંતે મુળચંદભાઈને દઢ નિશ્ચય જોઈ તેઓને રજા મળી. [ 6 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 420