Book Title: Chaud Gunsthanak Part 01 Gunsthanak 1 Author(s): Narvahansuri Publisher: Padarth Darshan Trust View full book textPage 6
________________ (૦૦ પ્રકાશીય ૦)) ચૌદ ગુણસ્થાનક એ આવ્યવહાર રાશીથી લઇને મોક્ષ પામવા સુધીની પ્રક્રિયાનો નકશો છે. જૈન શાસને જીવના જીવનના વિકાસના ચૌદ પગથીયા બતાવ્યા છે જેને ચૌદ ગુણસ્થાનક પણ કહેવાય છે. આ ચૌદ ગુણસ્થાનકમાં પણ જ્ઞતના જીવોનો મોટો ભાગ પહેલા મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનકમાં જ ચારગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતો ઘણો કાન વ્યતિત કરે છે. ઉપાદેયને હેય અને હેયને ઉપાદેય માનવા રૂપ મિથ્યાજ્ઞાન ધરાવતાં અને તેમાં જ રાચી માચીને રહેતાં જીવો આ પહેલાં ગુણસ્થાનકમાં જ અથડાયા કરે છે. આ પહેલા ગુણસ્થાનકના પણ વિભાગો બતાવેલ છે. તેમાંના છેલ્લા વિભાગરૂપ ખાડામાં જ મોટોભાગ પોતાનો કાળ પસાર કરતો હોય છે. આ ખાડામાંથી બહાર નીકળીને પહેલા ગુણસ્થાનકના પણ ટોચ સ્થાનમાં પહોંચીને તેનાથી પણ આગળ વધવા જીવે શું કરવું અને શું ન કરવું જોઇએ તેનો આખો ચિતાર ખૂબ વિસ્તારથી આ પુસ્તકમાં બતાવવામાં આવેલ છે. ખૂબ જ પરિશ્રમ વેઠીને પણ, આ વાંચીને વિચારવા યોગ્ય પુસ્તકનું લખાણ તૈયાર કરી આપવા બદલ ૫.પૂ.આચાર્ય વિજય નરવાહનસૂરી મ. સાહેબનો તેમજ પ્રફ તપાસી આપી લખાણને શુધ્ધ કરી આપવા બદલ પૂ. દર્શનશીલ મહારાજ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેમણે શ્રી જ્ઞાનખાતામાંથી આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપેલ છે એવા શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (સૈજપુરબોધા)ના ટ્રસ્ટીઓનો અંત:કરણપૂર્વક ખૂબજ આભાર માનવો ઉચિત હોઇ અત્રે નિવેદન કરેલ છે અને ભવિષ્યમાં પણ અમને આવો સુંદર સહકાર સાંપડશે એ આશા સાથે ધન્યવાદ આપીએ છીએ. એજ. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 440