________________
ભેદ વિજ્ઞાનની આ પ્રક્રિયામાં સૌથી પહેલાં આત્મા વસ્તુઓ તથા પદાર્થોથી પોતાની ભિન્નતાનો બોધ કરી લે છે. ભલે અનુભૂતિના સ્તર પર તેનાથી ભિન્નતા સ્થાપિત કરવાનું મુશ્કેલ હોય પરંતુ જ્ઞાનના સ્તર પર આ કાર્ય મુશ્કેલ નથી. કારણકે અહીં તાદાત્મ્ય નથી રહેતુ માટે પૃથકતાનો બોધ સુસ્પષ્ટ રૂપથી થાય છે. પરંતુ ત્યારબાદ ક્રમશઃ તેને શરીરથી, મનોવૃત્તિઓથી તથા પોતાના રાગાદિ ભાવોથી પોતાની ભિન્નતાનો બોધ કરવાનો હોય છે. જે અપેક્ષાથી કઠિન અને કઠિનતર છે, કારણ કે અહીં તેના તથા આપણા વચ્ચે તાદાત્મ્યનો બોધ જળવાઈ રહે છે છતાં પણ એ જાણવું જોઈએ કે- જે પરના નિમિત્તથી છે તે મારું સ્વરૂપ નથી. આપણા રાગાદિ ભાવ પણ પરના નિમિત્તથી જ છે. માટે તે આપણામાં હોવા છતાં પણ આપણા નિજ સ્વરૂપ નથી થઈ શકતાં. જો કે તે આત્મામાં હોય છે છતાં પણ આત્માથી ભિન્ન છે. કારણ કે તે આત્માનું નિજરૂપ નથી. જેવી રીતે ગરમ પાણીમાં રહેલી ઉષ્ણતા તેમાં રહેવા છતાં પણ તેનું સ્વરૂપ નથી, કારણ કે તે અગ્નિના સંયોગને કારણે છે. એવી જ રીતે રાગાદિ ભાવ આત્મામાં રહેતા હોવા છતાં પણ તે આપણું પોતાનું સ્વરૂપ નથી. આ સ્વસ્વરૂપનો બોધ જ જૈનસાધનાનો સાર છે. જેની વિધિ છે. ભેદવિજ્ઞાન અર્થાત્ જે સ્વ થી ભિન્ન છે તેને પર જાણીને તેનાથી તાદાત્મ્યભાવ તોડી નાખવો તેનાથી મમતાનું બંધન શિથિલ થઈ જાય છે. વસ્તુતઃ જ્યારે સાધક ભેદવિજ્ઞાન દ્વારા એ જાણી લે છે કે- પરી શું છે અને તેના પ્રત્યેનો પોતાપણાનો ભાવ સમાપ્ત થઈ જાય છે. વસ્તુતઃ જે કંઈ પણ પર છે. આપણાથી ભિન્ન છે તે બધું સાંયોગિક છે અર્થાત્ સંયોગવશ જ આપણને મળેલ છે. જે સંયોગવશ મળે છે તેનો વિયોગ પણ અનિવાર્ય છે. જેનો વિયોગ થવાનો છે તે આપણા માટે દુઃખનું કારણ જ છે.' માટે બૌદ્ધ પરંપરામાં પણ કહ્યું છે કે- જે અનાત્મા છે અર્થાત્ પરાયા છે તે અનિત્ય છે. અર્થાત્ તેનો વિયોગ કે નાશ અપરિહાર્ય છે. અને જેનો વિયોગ કે નાશ અપરિહાર્ય છે તે દુઃખરુપ છે.’’ વસ્તુતઃ આપણું બંધન અને દુઃખ એટલા માટે છે કે આપણે પહેલાં અનાત્મમાં આત્મબુદ્ધિ સ્થાપિત કરીએ છીએ. અને પછી તેના વિયોગ કે નાશથી અથવા નાશની સંભાવનાથી દુઃખી થઈએ છીએ. જેવી રીતે આપણે પૂર્વે પણ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે દુઃખ અને પીડા ત્યાં સુધી જ છે જ્યાં સુધી પરમાં આત્મભાવ છે. આપણા જીવનનો એક સામાન્ય અનુભવ છે કે આપણે પ્રતિદિન અનેકોને મરતા જોઈએ છીએ અથવા સાંભળીએ છીએ પરંતુ તેમનું મૃત્યુ આપણને વિચલિત નથી કરી શકતું. સામાન્યતઃ આપણે દુ:ખી નથી થતા. કારણ કે તેમના પ્રતિ આપણો કોઈ
કે
સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ રાગભાવ કે મમત્વ બુદ્ધિ નથી. પરંતુ જ્યાં પણ રાગભાગ જોડાઈ જાય છે ત્યાં મમત્વબુદ્ધિ સ્થાપિત થઈ જાય છે.
જેને આપણે આપણા માનીએ છીએ તેનું મૃત્યુ કે વિયોગ આપણને સતાવે છે. માટે દુઃખ નિવૃત્તિનો જો કંઈપણ ઉપાય હોય તો તે છે કે સંસારી વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેનો રાગભાવ સમાપ્ત થાય અને જ્યારે સમ્યજ્ઞાન દ્વારા આત્મ-અનાત્મનો વિવેક પ્રાપ્ત થાય ત્યારે રાગભાવ સમાપ્ત થઈ શકે છે. સમ્યજ્ઞાન શું છે તેને સ્પષ્ટ કરતાં જૈનાગમોમાં કહ્યું છે કે
एगो मे सासओ अप्पा, नाणदंसण संजुओ ।
Jain Education International
सेसा मे बहिरा भावा, सव्वे संजोग लक्खणा ॥ અર્થાત્ હું જ્ઞાતા-દૈષ્ટારૂપ એકલો આત્મા છું. બીજાબધા મારાથી ભિન્ન છે અને સાંયોગિક છે.
એ યાદ રાખવું જોઈએ કે આપણી જે પણ સાંસારિક ઉપલબ્ધિઓ છે. ભલે તે ધનસંપદાના રૂપમાં હોય કે પત્ની-પુત્ર-પુત્રી આદિ પરિવારના રૂપમાં હોય તે બધી માત્ર સંયોગજન્ય ઉપલબ્ધિઓ છે. વ્યક્તિ માટે પત્ની બધાથી વધારે નિકટ હોય છે. પરંતુ તે પણ માત્ર સંયોગિક ઉપલબ્ધિ જ છે. બે પ્રાણી ક્યાંક કોઈક પરિસ્થિતિના કારણે એક બીજાથી નિકટ આવી જાય છે અથવા સંયોગવશ એકબીજાથી નિકટ આવી જાય અને એકબીજાને પોતાનાં માની લે છે. આ જ અપનાપન કે મમતા જ સંસાર છે. જે આપણને બંધન, દુઃખ તથા દુચિંતાઓથી જકડી લે છે. તે તેના માટે શું ખરું ખોટું નથી કરતો ? વસ્તુતઃ સમ્યજ્ઞાનનો અર્થ છે. જીવન અને જગતના યથાર્થ સ્વરૂપને ઓળખવું. વસ્તુતઃ આપણે સમ્યજ્ઞાનના અભાવમાં અનિત્યને નિત્ય માની લઈએ છીએ, પરાયાને પોતાનાં માની લઈએ છીએ. કારણથી પાછા દુઃખી થઈએ છીએ. આપણે ત્યાં સમ્યક્દષ્ટિ જ્ઞાનીની એક ઓળખાણ આપી છે. કહ્યું છે કે - સભ્યષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ ।
છે
આ
અતંરશું ન્યારા ૨હે, જ્યાં ધાય ખેલાવે બાલ ॥
આપણે ખૂબ સારી રીતે જાણી એ છીએ કે- 'એક કર્તવ્યનિષ્ઠ નર્સ કોઈ બાળકનું લાલન-પાલન તેની મા કરતાં પણ ખૂબજ સારી રીતે કરે છે અને એક કર્તવ્યનિષ્ઠ ડો. પણ કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે તેના પારિવારિકજનો કરતાં પણ સારી રીતે તેની પરિચાર્યા કરે છે. પરંતુ બાળક કે રોગીની પીડા અને મૃત્યુથી તેનાં પારિવારિકજનો જેટલાં વિચલિત થાય છે. તેટલા નર્સ કે ડો. નથી થતાં,' આવું કેમ બને છે ? તેનું કારણ સ્પષ્ટ છે. 'પારિવારિકજનો પ્રત્યે મમત્વભાવ હોય છે. પોતાપણું હોય છે. રાગાત્મકતા હોય છે. જ્યારે નર્સ અને ડો. ના મનમાં
(૧) જુઓ. સંયુત્તનિકાય ૩૪|૧|૧|૧; ૩૪|૧|૧|૪; ૩૪|૧|૧|૧૨. (૨) ચંવાવેાયં પાયું ૧૬૦
39
For Private Personal Use Only
www.jainelibrary.org