________________
-શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી આ પાર કે પેલે પાર
આ વિશ્વમાં મારે કોઈનાથી ભય પામવાનું કારણ નથી એમ જ્યારે દઢ નિશ્ચય થાય છે ત્યારે આત્મામાં દેવી શક્તિ ખીલે છે, અને તેનાથી આ વિશ્વમાં અલૌકિક કાર્યો કરી શકાય છે.
ભય રાખવો એ કાયર પુરુષનું લક્ષણ છે. ભય રાખવાથી કર્તવ્ય કર્મ રણગણમાં ( કાર્ય કરવાના ક્ષેત્રમાં) નપુંસકની દશા પ્રાપ્ત થાય છે. લોકોમાં પણ કહેવત છે કે કરને તે ડરના નહિ, ઔર ડરના તે કરના નહિ.
અને જે કાર્ય કરવું છે તેમાં જ્ઞાનીઓએ ડરવું શા માટે જોઈએ ? કારણ આલેફભય, પરલોકભય, યશભય, આજીવિકા ભય, રોગ ભવ, અકસ્માત ભય, મરણ ભય વગેરે ભય રાખવાથી આત્માની જે જે શકિતઓ વિકાસ પામવાની હોય છે તે, ભયથી સંકોચાઈ જાય છે. અને તેથી કર્તવ્ય ક્ષેત્રમાંથી પાછા પડી જવાય છે.............
જ્યાં સુધી માનવીમાં ભય છે ત્યાં સુધી તેને આત્મા એક મુદ્ર જંતુ સમાન છે.
આ વિશ્વમાં ઉપરોક્ત સાત પ્રકારનો ભય રાખનારથી કોઇ પણ જાતનું મહાન કાર્ય બન્યું નથી અને ભવિષ્યમાં બનશે પણ નહિ.
શરીરની મમતા અને પ્રાણુની મમતા એ બે જેના મનમાં નથી તે જ માણસ કર્તવ્ય કાર્યનો અધિકારી બની શકે છે. સંગેને લીધે આત્માની સાથે જેટલી વસ્તુઓનો સંબંધ થયો છે તેટલી વસ્તુઓ ખરેખર આત્માની નથી. આથી એ સંગી વસ્તુઓને વિગ થવાનું છે એમ દઢ વિશ્વાસ રાખીને આત્મા થકી જે જે કર્તવ્ય કરવાના હોય તેમાં સર્વ પ્રકારના ભયને દૂર કરીને તે કાર્યો કરવાં જોઈએ.
આત્મા વિના બીજું કશું જ આત્માનું થયું નથી, થતું નથી અને થશે પણ નહિ તો પછી નકામી કલ્પનાઓ કરી ભય શા માટે રાખવો જોઇએ ?
વસ્તુતઃ જે જે વસ્તુઓ આત્માની નથી એવી પદ્ગલિક વસ્તુઓની મમતાથી ભય પેદા થાય છે. અને ભય લાગવાથી આત્મા પરભવમાં રહીને