Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 41
________________ તા. ૧૦-૧-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ [ ૩૯ સારું કામ કરીશ. મને ન કરવી ગમતી બે વસ્તુઓ આજે જરૂર કરીશ: જેથી મારા મનને સર્વાગી વિકાસ થાય. ( ૬ ) માત્ર આજના દિવસે પૂરત – હું મારા આત્માની સુંદર કલા બહાર લાવવા પ્રયત્નશીલ રહી...મારા વ્યવસાય અને જાતને અનુરૂપ પોશાક સારી રીતે પહેરીશ. હું ઊંચે સાદે વાત નહીં કરું. મારો વર્તાવ સાંજ સુધી ખૂબ જ વિનમ્ર રહેશે. દિવસના ભાગમાં મને સારી જણાયેલી વસ્તુની પ્રશંસા મુક્ત મને કરીશ. હું કોઈની ક્ષતિઓ શોધીશ નહીં. હું કેઇને સુધારવાને કે દબાવવાનો પ્રયત્ન નહીં કરું. (૩) માત્ર આજના દિવસ પૂરતે– મન ભરીને રહેવાને પ્રયત્ન કરીશ. મારા જીવન સમરતના પ્રશ્નોને ઉકેલ શોધવા પ્રયત્ન નહીં કરું. મારી કારકિર્દીમાં હું જે મહત્વનાં કાર્યો કરવા ધારું છું તેની નાની આવૃત્તિઓ જેવાં ડાંક કાર્યો બાર કલાકમાં કરીશ, જેથી ક્રમશ: એ દિવસોમાં આગળ વધું. ( ૮) માત્ર આજના દિવસ પૂરતે હું મારે દૈનિક કાર્યક્રમ ઘડી કાઢીશ. દિવસના કયા સમયે હું કયું કામ કરવા ધારું છું તે કાગળ પર લખી નાખીશ. એમ પણ બને કે અંદર અને બહારના અંતરાયોને લીધે તેમાંની ઘણી વસ્તુઓ તે પ્રમાણે ન બને. છતાં પણ આને પરિણામે હું બે વ્યાધિઓ – અનિશ્ચિતતા અને ઝડ૫માંથી બચી જઇશ. (૯) માત્ર આજના દિવસે પૂરતો- હું વધુ નહીં તેય અડધો કલાક મારી જાત સાથે ગાળીશ. મારી બધી દુન્યવી ચિંતાઓના બોજને હું બાજુ પર ખસેડી દઇને પરમ કૃપાળુ પરમાત્માને વિચાર કરીશ, જેથી કરીને મારું જીવન વધુ નિર્મળ બને. (૧૦) માત્ર આજના દિવસ પૂરતો-હું નીડરતાનું બખ્તર પહેરી લઈશ. ખાસ કરીને આ બાબતો પરત્વે હું કશો પણ સંદેહ નહીં રાખું ? હું આજના દિવસ માટે પરમ સુખનાં કિરણોમાં નહાવાને છું. સૌંદર્યશીલ વસ્તુઓ માનવાને છું. મને જેમનામાં શ્રદ્ધા છે તે લેકે મારામાં શ્રદ્ધા આપશે. મને જેમના પર રહે છે તે મારા પર રહ રાખશે. હું જે વરતુઓની સાચા હૃદયથી ઝંખના કરું છું તે વસ્તુઓ યોગ્ય સમયે મારા જીવનમાં આવીને મળરો-મળો–મળશે જ.” (“નવચેતનના સૌજન્યથી)

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92