________________
લોહીના આંસુ
મેઘવારીની ભીષણ નાગચૂડમાં માનવી આજ ગૂંગળાઈ રહ્યો છે. આછી આવકવાળા આજ અર્ધા ભૂખ્યા રહી, પેટ આમળતા, કળશે। પાણી પીને સૂય જાય છે.
દૂધથી ટળવળતા બાળકે તેની માની છાતીને બચકાં ભરી લેહી લુહાણ કરી નાંખે છે.
કોઇ એક ટંક ખાય છે, તો કાઈ ટોકનાં જમણમાં ઊચું ખાય છે. કારમી મેઘવારીમાં પીસાતા મધ્યમ વર્ગના તેમજ છેક ગરીબ વર્ગના માનવીની લૂખી અને તેજ હીન આંખો પૂછી રહી છે.
અમારે જીવવું શી રીતે ?
આપણા જૈન સમાજમાં પણ આવી ઘણી ઉદાસ ને આંસુભરી આંખે છે. અને એ આખા પૂછે છે,
પ્રાણી માત્ર મારા મિત્ર છે, સવ જગતનું કલ્યાણ થાઓ એવી વિશાળ ભાવનાઓને રાજ રાજ ગાનારા ધર્માચાર્યો ! સમાજના કે ધર્માંના કામમાં લાખાનું દાન કરનાર તાલેવા ! અમારી આંખાના આ લેહીના આંસુ લૂછશે કે ?
સવાલને જવામ તા આપણા ધર્માચાર્યો ને તાલે તે આપતા આપશે.
7
પરંતુ સુરાપે ત્યાંના વસતા માનવીએએ, કે જેને આપણે મ્લેચ્છ ને માંસાહારી કહી ન ગામી કહીએ છે તેઓએ જે જવાબ આપ્યા છે તે સૌએ જાણવા જરૂરી છે.
મુંબઇથી પ્રગટ થતાં શ્રી પરમાન દભાઈના ‘પ્રમુદ્ધ જીવન’માં એક સહૃદય માનવીએ આ ભૂખ્યા માનવીએ માટે યુરોપ શું કરી રહ્યું છે ને તેના મુકાબલે આને ભવ્ય જીવ ગઠ્ઠાતા જૈને મ કરી રહ્યા છે તેનું નગ્ન ને તાદૃશ્ય ચિત્ર રજુ કર્યુ છે,
વાંચકાને આ પત્ર વાંચન કરતાં એક ખાસ સુચના કરવાની કે આ પત્ર વાચન કરીને શબ્દના ચૂંથા રૂથવાને બદલે એને ગર્ભિત હેતુ સમજવાની કેશીષ કરે.
પત્રનું શિષ’ક મૈં ફેરવ્યું છે એટલી જાણ કરી લઉં.
~સ.