________________
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનુ એક ઊમિ ગીત
વિરહણ
ગીત પરિચયઃ--ગુણવંત શાહ
[ ગીતનું મૂળ શિક-ચેતનાના પરમાત્મ પ્રેમી પ્રત્યે ઉદ્ગાર’– છે. ગીતની વસ્તુ વિરહને અનુલક્ષી હોઈ આ નામફેર કર્યા છે. તે વધુ લિજ્જત માય એ માટે આગળ કથા મૂકી છે. ~...] રાતના લેકાર અંધકારમાં,પરોઢના ધૂંધળા અજવાળામાં, ઊષાના ગુલાબી તેજમાં, મધ્યાડુના ઘાર તાપમાં, સંધ્યાના સલુશા તેજ આંખમાં; એકાંતમાં અને ભીડમાં, પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં, એનું ઊર્મિલ અને નાજુક હૈયુ બસ એક જ વાતનું રટણ કરી રહ્યું છેઃવ્હાલા! હવે તે! આવ, આમ શીદને સતાવે છે
વાત એમ છે કે એક દિવસ એને એણે જોયો. એણે પણ તેના સામે જોયું.
બે નજરી વચ્ચે હૃદય ધડકનના એક દિવ્ય તાર ઝણઝણી ઊડયો. પલકા અંગેની નમી ગઈ,
અને પલક ઊઘડી તે એ હતેા નહિ.
પણ એ નેણના મટકામાં તા એ એની સારી જિંદગી હુચમચાવી ગયો.
લવ્ય એ મિલન હતું. દિવ્ય એ દંન હતું. બંધ હોઠાની પણ એ કઈ ગેબી વાતચીત હતી.
એ ગયો ને એક કારમી વેદના મૂકતા ગયો.
એ નજર માંડી ગયો ને વિદ્ધ મૂકને ગયો.
આશાથી છલબલતી, મનેરમ કલ્પનાઓથી નાચતી ગાતી એ નારીનું જાણે સર્વસ્વ લૂટી ગયો.