________________
૯૪
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
विहरति, एए अट्ठ विगप्पा, वासावासं एगंमि चेव ठाणे करेंति, एस णवविगप्पो, अत्राचार्यो भणति - मत्थएण वंदामि अपि तेसिंति, अण्णे भांति - अहमवि वंदावेमित्ति ॥
तओ अप्पगं गुरूणं निवेदंति चउत्थखामणासुत्तेणं, तच्चेदं -
-
इच्छामि खमासमणो ! उवट्ठिओमि तुब्भण्हं संतियं अहाकप्पं वा वत्थं वा पडिग्गहं 5 वा कंबलं वा पायपुच्छणं वा ( रयहरणं वा ) अक्खरं वा पयं वा गाहं वा सिलोगं वा (सिलोगद्धं वा ) अट्टं वा हेउं वा पसिणं वा वागरणं वा तुब्भेहिं चियत्तेण दिण्णं मए अविणण पडिच्छियं तस्स मिच्छा मि दुक्कडं (सूत्रम् )
કરીને) વિચરે. નવકલ્પવિહારી સાધુ ઋતુબદ્ધકાળમાં આઠ મહિના માસકલ્પવડે વિચરે અને વર્ષાકાળ એક જ સ્થાને પૂર્ણ કરે છે. આ પ્રમાણે તેના નવવિકલ્પો થાય છે. (શિષ્યોદ્વારા કહ્યા પછી) આચાર્ય 10 કહે છે કે — હું પણ તે ચૈત્યો અને સાધુઓને મસ્તકવડે વંદન કરું છું. ત્યારે ગુરુ કરતાં અન્ય એટલે
કે શિષ્યો ગુરુને કહે છે કે – હું પણ ચૈત્યવંદના કરાવું છું (અર્થાત્ અમુક નગર વિગેરેમાં આપના વતી જે મેં ચૈત્યોને વંદન કર્યા તથા જે—જે સંઘોએ પણ આપની માટે વંદનાદિ કહ્યા તે ચૈત્યો વિગેરેને આપ પણ વંદન કરો. કેટલાકો ‘અળે’ શબ્દનો અર્થ ‘અન્ય આચાર્યો’ કરે છે. સંપૂર્ણ સૂત્રનો ભાવાર્થ
આ પ્રમાણે કે – વિહાર કર્યા બાદ શિષ્ય ગામોગામ જે ચૈત્યોને જે જે ઉચિત વ્યવહાર કર્યા, તે તે 15 ગુરુની સમક્ષ જણાવીને ગુરુને પણ તે તે ચૈત્યોને તથા આચાર્યાદિશ્રીસંઘને વંદન કરવા વિનંતિ કરે છે, તે સાંભળીને પ્રસન્ન ગુરુ પણ ચૈત્યો વિગેરેને વંદનાદિ કરે છે.)
અવતરણિકા : ત્યાર પછી શિષ્ય ચોથા ખામણાસૂત્રદ્વારા પોતાનું ગુરુને નિવેદન કરે છે. તે સૂત્ર આ પ્રમાણે છે
-
સૂત્રાર્થ : હે ક્ષમાશ્રમણ ! હું (પોતાનું નિવેદન કરવા) ઇચ્છું છું. (ઇચ્છું છું એટલું જ નહીં 20 પરંતુ નિવેદન કરવા) તૈયાર થયો છું. ( જે કંઇ પણ મારી પાસે છે તે બધું) તમારા સંબંધી = તમારું જ છે. (શું છે તે ?—) યથાકલ્પ (= સ્થવિકલ્પને ઉચિત અને કલ્પનીય) એવું વસ્ત્ર, પાત્ર, કાંબળી, પાદપુંછણ = દંડાસણ (ટીપ્પણીકારે પાદપુંછણ એટલે રજોહરણ અર્થ કરેલ છે. તેમની પાસે જે પાઠ હશે એમાં ‘રજોહરણ’ શબ્દ જુદો નહીં હોય. વર્તમાનમાં પાદપુંછણ અને રજોહરણ બંને શબ્દો જુદા બોલાય છે. એટલે પાદપુંછણ શબ્દનો અર્થ વર્તમાનકાળ પ્રમાણે 25 દંડાસણ કરેલ છે,)(રજોહરણ), અક્ષર, પદ, ગાથા (આર્યાછંદથી ગૂંથાયેલ પદ્ય), શ્લોક (અનુષ્ટુપ પદ્ય), શ્લોકાર્ધ, અર્થ, હેતુ, પ્રશ્ન કે ઉત્તર આ પ્રમાણે જે કંઇ પણ મારી પાસે છે તે બધું આપનું જ છે. આ પ્રમાણે પોતાનું નિવેદન કરીને આપે જ આ બધું મને આપ્યું છે એ પ્રગટ કરતા આ બધી વસ્તુ ગ્રહણ કરતી વખતે જે અવિનય થયો છે તેની ક્ષમા માંગતા શિષ્ય કહે છે કે —) આપશ્રીએ પ્રસન્નતાથી આપ્યું અને મેં અવિનયથી ગ્રહણ કર્યું તેનું મિચ્છા મિ દુક્કડં. 30 १८. विहरति, एतेऽष्ट विकल्पाः वर्षावासमेकस्मिन् स्थाने करोति, एष नवमो विकल्पः । मस्तकेन वन्देऽहमपि तेषामिति, अन्ये भणन्ति - अहमपि वन्दापयामीति, तत आत्मानं गुरुभ्यो निवेदयन्ति चतुर्थक्षामणासूत्रेण,