Book Title: Avashyak Niryukti Part 07
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 301
________________ ૨૯૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) यस्मात् तीर्थकरगणधरैः क्रियाविकलानां ज्ञानमपि विफलमेवोक्तं, तथा चागमः - " "सुबहुपि सुयमहीयं किं काही चरणविप्पहीणस्स ? | अंधस्स जह पलित्ता दीवसयसहस्सकोडीवि ॥१॥" दृशिक्रियाविकलत्वात् तस्येत्यभिप्रायः । एवं तावत् क्षायोपशमिकं चारित्रमङ्गीकृत्योक्तं, चारित्रं क्रियेत्यनर्थान्तरं, क्षायिकमप्यङ्गीकृत्य प्रकृष्टफलसाधकत्वं तस्यैव विज्ञेयं, यस्मादर्हतोऽपि भगवतः समुत्पन्न - 5 केवलज्ञानस्यापि न तावत् मुक्त्यवाप्तिः सञ्जायते यावदखिलकर्मेन्धनानलभूता ह्रस्वपञ्चाक्षरोद्गिरणमात्रकालावस्थायिनी सर्वसंवररूपा चारित्रक्रिया नावाप्तेति, तस्मात् क्रियैव प्रधानमैहिकामुष्मिकफलप्राप्तिकारणमिति य उपदेशः - क्रियाप्राधान्यख्यापनपरः स नयो नाम क्रियानय इत्यर्थः । अयं च नामादौ षड्विधे प्रत्याख्याने क्रियारूपमेव प्रत्याख्यानमिच्छति, तदात्मकत्वादस्य, ज्ञानं तु तदर्थमुपादीयमानत्वादप्रधानत्वान्नेच्छति गुणभूतं चेच्छतीति गाथार्थः । उक्तः क्रियानयः । इत्थं ज्ञानक्रियानयस्वरूपं श्रुत्वाऽविदिततदभिप्रायो विनेयः संशयापन्नः सन्नाह-किमत्र तत्त्वं ?, पक्षद्वयेऽपि युक्तिसम्भवाद्, आचार्यः पुनराह - 'सव्वेसिं 'गाहा, अथवा ज्ञानक्रियानयमतं કર્મક્ષય તપ અને સંયમમાં ઉદ્યમી જીવ પ્રાપ્ત કરે છે. તપ અને સંયમ ક્રિયારૂપ છે, માટે ક્રિયા જ મહત્ત્વની છે, જ્ઞાન નહિ.) ।૧।।’ આથી જ ક્રિયાનું મહત્ત્વ છે એ વાત સ્વીકારવા યોગ્ય છે, કારણ કે તીર્થંકર–ગણધરોએ ક્રિયાથી રહિત એવા જીવોનું જ્ઞાન નિષ્ફળ બતાવ્યું છે. આ રહ્યું તે વચન – 15 ‘ઘણું બધું ભણાયેલું એવું પણ શ્રુત ચારિત્રથી રહિત જીવને શું કામનું છે? (અર્થાત્ કોઇ કામનું નથી. જેમ કે) બળતા એવા લાખો, કરોડો દીપકો આંધળી વ્યક્તિને શા કામના ? કોઇ કામના નથી. ।।૧।।'' કારણ કે તે આંધળી વ્યક્તિ જોવારૂપી ક્રિયાથી રહિત છે. આ વાત થઇ ક્ષાયોપૃશમિકચારિત્રને આશ્રયીને. (અરે ! તમે તો ક્રિયાનું મહત્ત્વ બતાવવા માંગો છો ચારિત્ર ક્યાંથી વચ્ચે આવ્યું ? હે આર્ય !) ચારિત્ર અને ક્રિયા એ સમાનાર્થી શબ્દો જ છે. 10 ક્ષાયિકચારિત્રને આશ્રયીને વિચારીએ તો પણ ક્રિયા જ વિશિષ્ટફળને સાધી આપનારી જાણવા યોગ્ય છે, કારણ કે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ અરિહંત ભગવંતોને ત્યાં સુધી,મોક્ષપ્રાપ્તિ થતી નથી, જ્યાં સુધી સંપૂર્ણ કર્મરૂપ ઇંધણ માટે અગ્નિસમાન, હૃસ્વપંચાક્ષરોના ઉચ્ચારણ જેટલો કાળ રહેનારી એવી સર્વસંવ૨રૂપ ચારિત્રક્રિયાની પ્રાપ્તિ થાય નહીં. તેથી ક્રિયા જ ઐહિક—આમુષ્મિકફલ પ્રાપ્તિનું પ્રધાન કારણ છે, એ વાત નક્કી થઇ. આ પ્રમાણેનો જે ઉપદેશ છે અર્થાત્ ક્રિયાની પ્રધાનતા 25 જણાવનાર જે ઉપદેશ છે તે ક્રિયાનય છે અને તે નામાદિ છ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી ક્રિયારૂપ પ્રત્યાખ્યાનને જ ઇચ્છે છે, કારણ કે તે ક્રિયાત્મક છે. જ્યારે જ્ઞાન એ ક્રિયા માટે જ ગ્રહણ કરવાનું હોવાથી અપ્રધાન છે. તેથી આ નય જ્ઞાનને પ્રધાનરૂપે ઇચ્છતો નથી, ગૌણરૂપે ઇચ્છે પણ છે. ॥૧૬૨૫|| ક્રિયાનય કહ્યો. 20 અવતરણિકા : આ પ્રમાણે જ્ઞાનનય અને ક્રિયાનયના સ્વરૂપને જાણીને સંશયને પામેલો અને 30 આ નયોના અભિપ્રાય(ભાવાર્થ)ને નહિ જાણતો શિષ્ય પ્રશ્ન કરે છે કે – “અહીં વાસ્તવિકતા શું છે ? અર્થાત્ જ્ઞાન મહાન કે ક્રિયા મહાન, કારણ કે બંને પક્ષમાં યુક્તિઓ પ્રાપ્ત થાય છે. આચાર્ય ५७. सुबह्वपि श्रुतमधीतं किं करिष्यति चरणविप्रहीणस्य । अन्धस्य यथा प्रदीप्ता दीपशतसहस्रकोट्यंपि ॥ १ ॥

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356