________________
૧૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) चउत्थे य छिण्णे आगासेणं वच्चति, तेण विज्जा गहिया, किण्हचउद्दसिरत्तिं साहेइ मसाणे, चोरो य नगरारक्खिएहिं, परिरब्भमाणो तत्थेव अतियओ, ताहे वेढेउं सुसाणं ठिया पभाए घिप्पिहितित्ति, सो य भमंतो तं विज्जासाहयं पेच्छइ, तेण पुच्छिओ सो भणति-विज्ज साहेमि, चोरो भणति
केण ते दिण्णा ?, सो भणति-सावगेण, चोरेण भणियं-इमं दव्वं गिण्हाहि, विज्जं देहि, सो 5 सड्ढो वितिगिच्छति-सिज्झेज्जा न वत्ति, तेण दिण्णा, चोरो चिंतेइ-सावगो कीडियाएवि पावं
नेच्छइ, सच्चमेयं, सो साहिउमारद्धो, सिद्धा, इयरो सड्ढो गहिओ, तेण आगासगएण लोओ भेसिओ ताहे सो मुक्को, सड्ढा दोवि जाया, एवं निवित्तिगिच्छेण होयव्वं, अथवा विद्वज्जुगुप्सा, विद्वांसः-साधवः विदितसंसारस्वभावाः परित्यक्तसमस्तसङ्गाः तेषां जुगुप्सा-निन्दा, तथाहि
છેદવો. એ જ પ્રમાણે ૧૦૮–૧૦૮ વાર જાપ કરીને બીજો, ત્રીજો પાયો પણ છેદવો. પછી ૧૦૮ 10 વાર જાપ કરીને જ્યારે તું ચોથો પાયો છેદીશ ત્યારે તે શીકું આકાશમાં ઉડવા લાગશે. મિત્રે વિદ્યા
ગ્રહણ કરી. કૃષ્ણચૌદશની રાત્રિએ સ્મશાનમાં જઈને વિદ્યા સિદ્ધ કરવા લાગે છે. તેવામાં નગરના આરક્ષકોથી ભાગતો ફરતો એક ચોર તે જ સ્મશાનમાં પ્રવેશ્યો. ત્યારે નગરના આરક્ષકો સવારે ચોરને પકડીશું.” એમ વિચારીને તે સ્મશાનને ચારેબાજુથી ઘેરી વળ્યા. તે ચોર સ્મશાનમાં ભમતો
ભમતો તે વિદ્યાસાધકને જુએ છે. ચોરના પૂછવાથી તેણે કહ્યું કે – “હું વિદ્યા સિદ્ધ કરું છું.” ચોરે 15 પૂછ્યું – “તને કોણે આપી?” તેણે કહ્યું – “શ્રાવકે આપી.” ચોરે કહ્યું – “લે, તું આ ધન ગ્રહણ કર અને વિદ્યા મને આપ.”
તે મિત્રને ચિત્તવિભ્રમ થયો કે – શું ખબર આ વિદ્યા સિદ્ધ થશે કે નહીં? (એનું ફળ મને મળશે કે નહીં ?) તે મિત્રે વિદ્યા ચોરને આપી દીધી. ચોરે વિચાર્યું કે – “શ્રાવક કીડીઓના પણ પાપને
ઇચ્છતો નથી. (અર્થાત્ કીડીઓને પણ પીડા થાય એવું પાપ ઇચ્છતો નથી. તો શ્રાવકવડે અપાયેલ 20 આ વિદ્યામાં પણ કોઈ શંકા કરવાની જરૂર નથી. ટૂંકમાં આશય એ કે શ્રાવક કદી બીજાને ખોટો
ફસાવે નહીં. આ વિદ્યા સત્ય જ છે. તે તેને સિદ્ધ કરવા લાગ્યો. તેને વિદ્યા સિદ્ધ થઇ. જ્યારે બીજો શ્રાદ્ધ સવારે નગરઆરક્ષકોવડે પકડાયો. આકાશમાં રહેલા તે ચોરે લોકોને ડરાવ્યા. જેથી આરક્ષકોએ મિત્રને છોડી મૂક્યો. બંને શ્રદ્ધાવાળા થયા. (અર્થાત્ ચિત્તવિભ્રમ વિનાના થયા.) આ પ્રમાણે
નિર્વિચિકિત્સાવાળા થવું જોઇએ. અથવા ચિકિત્સા એટલે વિદ્વાનોની જુગુપ્સા. તેમાં વિદ્વાન એટલે 25 સંસારનો સ્વભાવ જાણનારા અને સમસ્તસંગોનો ત્યાગ કરનારા સાધુઓ. તેઓની જુગુપ્સા એટલે
४८. चतुर्थे च छिन्ने आकाशेन गम्यते, तेन विद्या गृहीता, कृष्णचतुर्दशीरात्रौ साधयति श्मशाने, चौरश्च नगरारक्षकै रुध्यमानस्तत्रैवातिगतस्तदा वेष्टयित्वा श्मशानं (ते) स्थिताः प्रभाते गृहीष्यते इति, स च भ्राम्यन् तं विद्यासाधकं प्रेक्षते, तेन पृष्टो स भणति-विद्यां साधयामि, चौरो भणति-केन तुभ्यं दत्ता?,
स भणति-श्रावकेण, चौरेण भणितं-इदं द्रव्यं गृहाण विद्यां देहि, स श्राद्धो विचिकित्सति सिध्यन्न वेति, 30 तेन दत्ता, चौरश्चिन्तयति-श्रावकः कीटिकाया अपि पापं नेच्छति, सत्यमेतत्, स साधयितुमारब्धः,
सिद्धा, इतरः श्राद्धो गृहीतः, तेनाकाशगतेन लोको भापितः, तदा स मुक्तः, श्राद्धौ द्वावपि जातो, एवं निर्विचिकित्सेन भवितव्यं ।