________________
અશનાદિશબ્દોની વ્યુત્પત્તિ (નિ. ૧૫૮૯–૯૦)
-
अधुना सूत्रस्पर्शिकनिर्युक्त्येदमेव निरूपयन्नाह
असणं पाणगं चेव, खाइमं साइमं तहा । एसो आहारविही, चउव्विहो होइ नायव्वो ॥१५८९ ॥ आसुं खुहं समेई, असणं पाणाणुवग्गहे पाणं । खे माइ खाइमंति य, साएइ गुणे तओ साई ॥ १५९० ॥ અશનં—મઙજીવનાતિ, પારં ચૈવ-દ્રાક્ષાપાનાવિ, બ્રાનિ—પતાવિ તથા સ્વામિ—ાડતામ્બૂનपूगफलादि, एष आहारविधिश्चतुर्विधो भवति ज्ञातव्य इति गाथार्थः ॥ १५८९ ॥ साम्प्रतं समयपरिभाषया शब्दार्थनिरूपणायाह - आशु - शीघ्रं क्षुधां - बुभुक्षां शमयतीत्यशनं, तथा प्राणानाम्इन्द्रियादिलक्षणानां उपग्रहे - उपकारे यद् वर्त्तत इति गम्यते तत् पानमिति, खमिति - आकाशं तच्च मुखविवरमेव तस्मिन् मातीति खादिमं, स्वादयति गुणान् - रसादीन् संयमगुणान् वा यतस्ततः 10 स्वादिमं हेतुत्वेन तदेव स्वादयतीत्यर्थः । विचित्रनिरुक्तपाठात्, भ्रमति च रौति च भ्रमर इत्यादिप्रयोगदर्शनात्, साधुरेवायमन्वर्थ इति गाथार्थः ॥ १५९० ॥ उक्तः पदार्थः, पदविग्रहस्तु समासभाक्पदविषय इति नोक्तः ।
अधुना चालनामाह
* ૨૪૯
सव्वोऽविय आहारो असणं सव्वोऽवि वुच्चई पाणं । सव्वोऽवि खाइति य सव्वोऽवि य साइमं होई ॥१५९१ ॥
અવતરણિકા : હવે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિદ્વારા આ જ અર્થનું નિરૂપણ કરતાં જણાવે છે વ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
5
15
ટીકાર્થ : અશન = મંડક (ખાખરા વિગેરે), ભાત વગેરે, પાન = દ્રાક્ષ વિગેરેનું પાણી, ખાદિમ = ફળ વિગેરે, તથા સ્વાદિમ = ગોળ, પાન, સોપારી વિગેરે. આ પ્રમાણે આહારના પ્રકારો 20 ચારપ્રકારના જાણવા. ૧૫૮૯। હવે સિદ્ધાન્તની પરિભાષાવડે શબ્દના અર્થનું નિરૂપણ કરવા માટે કહે છે – જે તરત જ ભૂખને નાશ કરે છે તે અશન. તથા જે ઇન્દ્રિય વિગેરેરૂપ પ્રાણોના ઉપકારમાં વર્તે છે તે પાન. ખ એટલે આકાશ. અહીં તે આકાશ તરીકે મુખનું પોલાણ જાણવું. તે મોંમાં જે માય તે ખાદિમ. રસ વિ. ગુણોનો સ્વાદ કરાવે તે સ્વાદિમ. અથવા સંયમગુણોનો જે સ્વાદ કરે = ભક્ષણ કરે તે સ્વાદિમ. સંયમગુણોના નાશનું કારણ હોવાથી તે સ્વાદિમ સંયમગુણોનું ભક્ષણ કરે છે.
જુદા—જુદા પ્રકારના નિરુક્તપાઠથી, અને જે ભમે તથા અવાજ કરે તે ભ્રમર વિગેરે પ્રયોગ થતાં દેખાતા હોવાથી અશનાદિ શબ્દોનો જે અન્વર્થ કહ્યો તે યોગ્ય જ છે. ૧૫૯૦ા આ પ્રમાણે પદાર્થ કહ્યો. પદનો વિગ્રહ એ સમાસવાળા પદોમાં સંભવે છે (અને અશનાદિ બધા સમાસ વિનાના હોવાથી અહીં) પદવિગ્રહ કહ્યો નથી.
અવતરણિકા : હવે ચાલના = પ્રશ્નને કહે છે → ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
25
30