________________
શ્રાવકને ત્રિવિધ-ત્રિવિધપ્રત્યા, ક્વચિત્ જ હોય શ્રી ૧૨૭ तद्व्यापत्तिकरणाच्च तस्यानुमतिप्रसङ्गाद्, इतरथा परिग्रहापरिग्रहयोरविशेषेण प्रव्रजिताप्रव्रजितयोरभेदापत्तेरिति भावना, अत्राह-ननु भगवत्यामागमे त्रिविधं त्रिविधेनेत्यपि प्रत्याख्यानमुक्तमगारिणः, तच्च श्रुतोक्तत्वादनवद्यमेव, तदिह कस्मान्नोक्तं नियुक्तिकारेणेति ?, अथोच्यते, तस्य विशेषविषयत्वात्, तथाहि-किल यः प्रविव्रजिषुरेव प्रतिमां प्रतिपद्यते पुत्रादिसन्ततिपालनाय स एव त्रिविधं त्रिविधेनेति करोति, तथा विशेष्यं वा किञ्चिद् वस्तु स्वयम्भूरमणमत्स्यादिकं तथा स्थूल- 5 प्राणातिपातादिकं चेत्यादि, न तु सकलसावधव्यापारविरमणमधिकृत्येति, ननु च नियुक्तिकारेण स्थूलप्राणातिपातादावपि त्रिविधंत्रिविधेनेति नोक्तो विकल्पः, 'वीरवयणंमि एए बत्तीसं सावया શ્રાવકને દીકરા વિગેરેનો પરિગ્રહ છે. અને આ દીકરા વિગેરે દ્વારા કોઇ જીવની હિંસા થઈ તો તેમાં આ શ્રાવકની અનુમતિ = અનુમોદના રહેલી છે. માટે તેને અનુમતિનું પચ્ચખાણ નથી. અને જો આવું ન માનો એટલે કે પરિગ્રહ હોવા છતાં અનુમતિ લાગતી નથી એવું માનો તો પરિગ્રહ હોય કે 10 પરિગ્રહ ન હોય બંનેમાં કોઈ ફરક ન હોવાથી સાધુ-શ્રાવક વચ્ચે અભેદની આપત્તિ આવે. (માટે પોતે ભલે પ્રાણાતિપાત કરતો નથી કે બીજા પાસે કરાવતો નથી છતાં પોતાના દીકરા વિગેરે જે કઈ હિંસા કરે છે તેમાં તેની અનુમતિ હોવાથી આ પ્રથમ પ્રકારના શ્રાવકને અનુમતિ અપ્રતિષિદ્ધ છે, અર્થાત્ અનુમતિનું પચ્ચખ્ખાણે આ શ્રાવકને હોતુ નથી.)
શંકા : ભગવતીનામના પાંચમા અંગમાં શ્રાવકને ત્રિવિધ–ત્રિવિધ પ્રત્યાખ્યાન કહ્યું છે. અને 15 તે શ્રુતમાં કહેલું હોવાથી નિર્દોષ જ છે, અર્થાત્ આગમમાં જ કહેલું હોવાથી તમે તેમાં કોઈ દોષ = આપત્તિ પણ આપી શકતા નથી. તો પછી નિયુક્તિકારે પ્રથમ પ્રકારમાં ત્રિવિધ–ત્રિવિધ બતાવવાને બદલે દ્વિવિધ–ત્રિવિધ શા માટે કહ્યું?
સમાધાન : આગમમાં શ્રાવકને જે ત્રિવિધ–ત્રિવિધ પ્રત્યાખ્યાન કહ્યું છે તે ચોક્કસ પ્રકારના વિષયને આશ્રયીને કહ્યું છે. તે આ પ્રમાણે – પ્રવ્રજયા લેવાની ઇચ્છાવાળો એવો જ જે શ્રાવક પુત્ર 20 વિગેરે સંતાનોનું પાલન કરવા માટે પ્રતિમાને સ્વીકારે છે. (એટલે કે જે શ્રાવક પ્રવ્રજયા લેવા ઇચ્છે છે પરંતુ પોતાના પુત્ર વિગેરે હજુ નાના છે. તેમનું પાલન કરનાર બીજું કોઈ નથી. તેથી જયાં સુધી તે પુત્રાદિ મોટા થઈને સમર્થ બને નહીં ત્યાં સુધી પ્રવ્રયા લઈ શકાય એવી પરિસ્થિતિ નથી. તેવો શ્રાવક પ્રવ્રજયા લઈ શકતો ન હોવાથી અને સંતાનોનું પાલન કરવા સંસારમાં રહેવું પડતું હોવાથી વિશિષ્ટ આરાધનારૂપે જયારે પ્રતિમાને સ્વીકારે ત્યારે) તે જ શ્રાવક ત્રિવિધ–ત્રિવિધ પચ્ચખ્ખાણ કરે છે. 25
અથવા સ્વયંભૂરમણસમુદ્રમાં રહેલા મત્સ્ય વિગેરે કોઈ ચોક્કસ વસ્તુને આશ્રયીને ત્રિવિધત્રિવિધ પચ્ચખ્ખાણ કરે. તે પણ સ્થૂલપ્રાણાતિપાતાદિને આશ્રયીને નહીં કે સકલસાવઘવ્યાપારથી વિરતિને આશ્રયીને ત્રિવિધ–ત્રિવિધ કરે. (આમ કોઈક જ શ્રાવક કરે અથવા અમુક વિષયને અને શૂલપ્રાણાતિપાતાદિને આશ્રયીને કરે માટે ત્રિવિધ–ત્રિવિધ પ્રત્યાખ્યાન ચોક્કસ વિષયને આશ્રયીને થાય છે.)
શંકા : જો શૂલપ્રાણાતિપાતાદિને આશ્રયીને ત્રિવિધિ–ત્રિવિધિ પ્રત્યાખ્યાન થતું હોય તો નિર્યુક્તિકારે શૂલપ્રાણાતિપાતાદિમાં પણ તે વિકલ્પ કેમ ન કહ્યો? તથા “વીરવચનમાં = આગમમાં આ બત્રીશ
30