________________
૧૩૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) तथा चाह-'अहवावि उत्तरगुणे'त्ति अथवोत्तरगुणान्-गुणव्रतादिलक्षणान् गृह्णाति, समुदितान्येव गृह्णाति, केवलसम्यग्दर्शनिना सह द्वात्रिंशद् भवन्ति, तथा चाह-'अहवावि न गिण्हती किंचि'त्ति अथवा न गृह्णाति तानप्युत्तरगुणानिति, केवलं सम्यग्दृष्टिरेवेति गाथार्थः ॥१५६३॥ इह पुनर्मूल
गुणोत्तरगुणानामाधारः सम्यक्त्वं वर्त्तते तथा चाह-'निस्संकियनिक्कंखिय'गाहा, शङ्कादिस्वरूप5 मुदाहरणद्वारेणोपरिष्टाद् वक्ष्यामः वीरवचने' भगवन् महावीरवर्द्धमानस्वामिप्रवचने 'एते' अनन्तरोक्ता
द्वात्रिंशदुपासका:-श्रावका भणिता:-उक्ता इति गाथार्थः ॥१५६४॥ एते चेव बत्तीसविहा करणतियजोगतियकालतिएणं विसेसेज्जमाणा सीयालं समणोवासगसयं भवति, कहं ?, पाणाइवायं न करेति मणेणं, अथवा पाणातिपातं न करेइ वायाए, अहवा पाणातिपातं न करेइ काएणं
३, अथवा पाणातिवातं न करेति मणेणं वायाए य ४, अथवा पाणातिवायं न करेति मणेणं 10 काएण य ५, अथवा पाणातिपातं न करेति वायाए काएण य ६, अथवा पाणातिपातं न करेति
मणेणं वायाए कारण य ७, एते सत्त भंगा करणेणं, एवं कारवणेणवि एए चेव सत्त भंगा १४, एवं अणुमोयणेणवि सत्त भंगा २१, अहवा न करेइ न कारवेइ मणसा १ अहवा न करेइ न कारवेइ वचसा २ अहवा न करेइ न कारवेइ काएण ३ अहवा न करेइ न कारवेइ मणसा
અથવા કોઇ શ્રાવક ગુણવ્રતાદિરૂપ ઉત્તરગુણોને એક સાથે જ સ્વીકારે. તેથી તે મળીને એકત્રીસ 15 અને માત્ર સમ્યગ્દર્શની મળીને બત્રીસ ભેદો થાય છે. કહ્યું છે કે કોઈ ઉત્તરદ્રતો પણ સ્વીકારે નહીં, તે સમ્યગ્દષ્ટિ જ જાણવો. ll૧૫૬૩.
અહીં મૂલ–ઉત્તરગુણોનો આધાર સમ્યક્ત છે. આ વાતને મૂળમાં કહે છે કે નિઃશંકિત, નિષ્કાંક્ષિત, અમૂઢદષ્ટિ એવા શ્રાવકો હોય છે. (અર્થાત્ શંકા-કાંક્ષા વિગેરે વિનાના શ્રાવકો હોય છે. શંકા-કાંક્ષા વિગેરે સમ્યક્તના અતિચારો છે.) તે શંકાદિનું સ્વરૂપ ઉદાહરણ દ્વારા આગળ બતાવીશું. વીરવચનમાં 20 એટલે કે ભગવાન મહાવીરવર્ધમાન સ્વામિના પ્રવચનમાં આ પૂર્વે કહેવાયેલા બત્રીસ શ્રાવકો કહેવાયા. ૧૫૬૪.
આ જ બત્રીસ પ્રકારના શ્રાવકોને કરણત્રિક, યોગત્રિક અને કાલત્રિકને આશ્રયીને વિશેષિત કરીએ તો તેઓના એકસો સુડતાલીસ = ૧૪૭ ભેદો થાય છે. કેવી રીતે? તે કહે છે – (૧) મનથી
પ્રાણાતિપાતને કરીશ નહીં, અથવા (૨) વચનથી પ્રાણાતિપાતને કરીશ નહીં, અથવા (૩) કાયાથી 25 પ્રાણાતિપાતને કરીશ નહીં. અથવા (૪) મન-વચનથી પ્રાણાતિપાતને કરીશ નહીં, અથવા (૫)
મન-કાયાથી પ્રાણાતિપાતને કરીશ નહીં, અથવા (૬) વચન-કાયાથી પ્રાણાતિપાતને કરીશ નહીં. અથવા (૭) મન-વચન-કાયાથી પ્રાણાતિપાતને કરીશ નહીં. આ કરણને આશ્રયીને સાત ભાંગા પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે કરાવણને આશ્રયીને આ જ રીતે સાત ભાંગ પ્રાપ્ત થતાં ૧૪ ભાંગા થાય.
આ જ પ્રમાણે અનુમોદનાને આશ્રયીને બીજા સાત ભાંગા પ્રાપ્ત થતાં કુલ એકવીસ ભાંગા થયા. 30 અથવા (૧) મનથી કરીશ–કરાવીશ નહીં, અથવા (૨) વચનથી કરીશ-કરાવીશ નહીં, અથવા
(૩) કાયાથી કરીશ નહીં–કરાવીશ નહીં. અથવા (૪) મન-વચનથી કરીશ નહીં– કરાવીશ નહીં,