________________
ક્ષેત્રાદિલોકનું નિરૂપણ (ભા.-૧૯૮-૧૯૯) * ૧૫ आगासस्स पएसा उद्रं च अहे अ तिरियलोए अ ।
जाणाहि खित्तलोगं अणंत जिणदेसिअं सम्मं ॥१९८॥ (भा०) व्याख्या-आकाशस्य प्रदेशाः-प्रकृष्टा देशाः प्रदेशास्तान् 'ऊर्ध्वं च' इत्यूर्ध्वलोके च 'अधश्च' इत्यधोलोके च तिर्यग्लोके च, किं ?-जानीहि क्षेत्रलोकं, क्षेत्रमेव लोकः क्षेत्रलोक इतिकृत्वा, लोक्यत इति च लोक इति, ऊर्ध्वादिलोकविभागस्तु सुज्ञेयः, 'अनन्त'मित्य- 5 लोकाकाशप्रदेशापेक्षया चानन्तम्, अनुस्वारलोपोऽत्र द्रष्टव्यः, 'जिनदेशितम्' इति जिनकथितं 'सम्यक्' शोभनेन विधिनेति गाथार्थः ॥१९८॥ साम्प्रतं काललोकप्रतिपादनायाह
समयावलिअमुहुत्ता दिवसमहोरत्तपक्खमासा य । संवच्छरजुगपलिआ सागरओसप्पिपरिअट्टा ॥१९९॥ (भा०)
10 व्याख्या-इह परमनिकृष्टः काल: समयोऽभिधीयते असङ्ख्येयसमयमाना त्वावलिका द्विघटिको मुहूर्तः षोडश मुहूर्ता दिवसः द्वात्रिंशदहोरात्रं पञ्चदशाहोरात्राणि पक्षः द्वौ पक्षौ मासः द्वादश मासाः संवत्सरमिति पञ्चसंवत्सरं युगं पल्योपममुद्धारादिभेदं यथाऽनुयोगद्वारेषु तथाऽवसेयं,
ગાથાર્થ - ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિષ્ણુલોકમાં રહેલા આકાશ પ્રદેશોને તું જિનકથિત, અનંત એવા ક્ષેત્રલોક તરીકે સમ્યગુ રીતે જાણ.
ટીકાર્થ :- પ્રકૃષ્ટ=સૌથી નાનામાં નાનો જે દેશ તે પ્રદેશ. આકાશના આ પ્રદેશોને, (ક્યાં રહેલા ?) મૂળમાં “ઊર્ધ્વ' શબ્દ છે તેનાથી અહીં ‘ઊર્ધ્વલોક' અર્થ લેવો, તેથી ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિચ્છલોકમાં (રહેલા આકાશના પ્રદેશોને) શું ? તે કહે છે. આ પ્રદેશોને ક્ષેત્રલોક તરીકે તું જાણ, કારણ કે ક્ષેત્ર પોતે જ લોક તે ક્ષેત્રલોક આ પ્રમાણેનો “ક્ષેત્રલોક શબ્દનો અર્થ છે. અને લોક એટલે જે દેખાય છે. ઊધ્વદિલોકનો વિભાગ સુખેથી જાણી શકાય 20 છે. (તે આ પ્રમાણે - ૧૪ રાજલોકની મધ્યમાં આવેલા આઠ રૂચક પ્રદેશથી ઉપર-નીચે ૯૦૦-૯૦૦ યોજન એમ કુલ ૧૮00 યોજન પ્રમાણ તિલોક છે. તે સિવાયનો ઊર્ધ્વઅધોલોક સ્વયં જાણી લેવો.) અલોકાકાશના પ્રદેશોની અપેક્ષાએ આ ક્ષેત્રલોક અનંત છે. મૂળમાં ‘ગંત ને બદલે “સત’ શબ્દ છે, જેમાં (પ્રાકૃત હોવાથી) અનુસ્વારનો લોપ થયેલ છે. સમ્યગુ વિધિવડે જિનેશ્વરોએ કહેલ એવું ક્ષેત્રલોક. (અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) ૧૯૮l 25
અવતરણિકા :- હવે કાળલોકનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- અહીં પરમનિકૃષ્ટ (સૌથી નાનામાં નાનો) કાળ સમય કહેવાય છે. અસંખ્યય સમયપ્રમાણ આવલિકા, બે ઘડી=મુહૂર્ત, સોળ મુહૂર્ત-દિવસ, બત્રીસ મુહૂર્ત-એક અહોરાત્ર, પંદર અહોરાત્ર=પક્ષ, બે પક્ષ=માસ, બાર માસ=વર્ષ, પાંચવર્ષ–યુગ, ઉદ્ધારાદિભેદોવાળા 30
15.