Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 8
________________ એ જ દિવસે સાંજે મારી પત્નીની વિદ્યાર્થીની ઘરે આવી. તે પણ જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાય. દવાખાનેથી રજા મળે એટલે સીધી મેડમને મળવા આવે અને હે, “છેલ્લે... છેલ્લે દર્શન કરવા આવી છું.' તેની ખુમારી અદભૂત પણ તેની શારિરીક સ્થિતી જોઈ હું હચમચી ગયો. રાત પડતામાં તો હું વિચારોના ચક્રાવે ચઢ્યો. છેલ્લા અઠવાડિયાની સતત પ્રવૃત્તિઓનો બોજો, પત્રકારત્વની કપરી ભૂમિકા, નોકરી, લેખ અને પાછી પેલી છોકરીની દયનીય સ્થિતિ....! મને કંઈક થાય છે.... !' ફરી સ્વસ્થ થવા પ્રયાસ કર્યો. શીયાળાની કકળતી ઠંડીમાં હું પરસેવે રેબઝેબ. એક ક્ષણ એવી આવી ગઈ કે હું કડડભૂસ થઈ બેસી પડ્યો. જાણે કે મૃત્યુની અંતિમ ઘડી ! તમામ રીપોર્ટનું એક અને માત્ર એક તારણ “નોર્મલ'. માત્ર માનસિક સ્થિતિ મને મૃત્યુ સમીપ લઈ ગઈ. પણ એ ક્ષણે મને જીવન અંગે આપણે કેટલા બધા ભ્રામક છીએ એ સમજાવ્યું. દરેકનું મૃત્યુ નિશ્ચિત છે. માણસને ૩૦ થી ૪૦ વર્ષની ઉંમરે મૃત્યુના ભણકારા થવા માંડે છે. બાળપણ અને યુવાનીમાં તો તે સ્વૈરવિહારી હોય છે. આ સમયે તેને સૂર્યના ઉદ્દભવમાં રસ હોય છે, પણ પછી તેને સૂર્ય આથમતો દેખાવા માંડે છે. વોલ્ટ વ્હીટમેને કહ્યું છે કે, “મેં કલ્પના કરી હોય તેનાથી પણ વધુ વાસ્તવિક, વધુ પ્રત્યક્ષ, એવું એક અજ્ઞાત વર્તુળ મારી આસપાસ સાતાના કિરણો ફેંકે છે.” પોતે માટીમાં ભળી જવાનો છે એવું રહસ્ય જાણનાર એક માત્ર મનુષ્ય છે. મૃત્યુ ઈશ્વરની આભારવિધિ છે, આપણે તેને પ્રેમથી સ્વીકારીએ. હું જ્યારે મૃત્યુ નજીક પહોંચ્યો ત્યારે મને એક અને માત્ર એક જ વિચાર આવે કે, “મારે ઘણું બધુ કરવાનું બાકી રહ્યું. મારે સેવા કરવી છે, દુ:ખીઓના આંસુ લુછવા છે, પ્રેમથી જીવવું છે, જ્યારે હું કંઈક કરી શક્વા સમર્થ બન્યો ત્યારે જ હે પરમેશ્વર ! તું મારી પરીક્ષા કરે છે ! મૃત્યુ નજીક આવે તેમ માણસને વાસ્તવિક્તાનો અહેસાસ થાય છે. મૃત્યુ પહેલાં જેટલી ચેતના એકઠી કરી શકાય એટલી કરી લેવી જોઈએ. મૃત્યુનો રોજ વિચાર કરો. મરવા નહીં પણ બોધ લેવા. દરેકનો સમય મર્યાદિત છે, ઓછો થતો જાય છે. રોબર્ટ બર્ટન કહે છે, “મૃત્યુની બાબતમાં આપણે બિનઅનુભવી છીએ. શરીરનું મૃત્યુ અટકાવવું અસંભવિત છે.” કસોટીઓ વ્યકિતએ આત્મા તરફ; સત્વ, સત્વ સહયોગી વ્યકિતત્વ અને ઉચ્ચતર કેન્દ્રો તરફ વળવાની ફરજ પાડે છે. વેદના આવી પડે તો વ્યક્તિ માટે એક આઘાત છે - જે વેદના છે તે આ વેદના છે. મોટાભાગના લોકો લગભગ આખી જીંદગી બૂમાબૂમ કરીને, ગપાટા મારીને આ વેદનાને બફર કરે છે. પોતાનો થોડા વખતમાં જ નાશ થવાનો છે છતાં લોકો વિચારતા નથી કે પોતે નાશ પામવાના છે. મૃત્યુ પાસે હંમેશા આપણા હાથ હેઠા પડે તે આશ્ચર્યજનક નથી ? જે છેલ્લી ઘડીએ કરવા જેવું લાગે છે તે માટે આપણે મોડા ન પડીએ. આપણે મૃત્યુ પામી દેવતા

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75