________________
મંદત્વની શિકાર હતી. પેલા છોકરા પાસે આવીને તેણે નીચે નમીને તેનો હાથ પકડ્યો, તેને બેઠો કરી દીધો, અને પ્રેમથી તેને ચુમી લેતાં એ બોલી, “ચાલ, હવે તને કશો વાંધો નહીં આવે.”
ત્યારબાદ ફરી એ બધાં નવ સ્પર્ધકો એકબીજાના હાથ પકડીને દોડના અંતિમ છેડા સુધી ચાલવા લાગ્યાં અને બધાંએ મળીને એક સાથે દોરડું પાર કર્યું.
તે વખતે ત્યાં જેટલા યે દર્શકો હાર હતા એમનાથી આ દશ્ય ભૂલ્યું ભૂલાતું નથી. કેમકે પોતપોતાના હદયના ઊંડાણમાં આપણે બધાં એક વાતની બરાબર અનુભૂતિ કરતા રહીએ છીએ કે આ નાનકડી જિદંગીમાં કેવળ પોતાની જ જીત માટે કોશિશ કરતાં રહેવાનું પૂરતું નથી. જરૂર તેની છે કે આપણે સહુ આ જિદંગીમાં બીજાને જિતાડવામાં પણ સહાયક બનીએ, પછી ભલે ને તેમ કરતાં આપણી પોતાની ગતિ થોડીક ધીમી કરવી પડે અથવા આપણે આપણી રાહ થોડી બદલવી પડે.
૧. જીવન જીવવાની કળા
“સુખ અને આનંદ એવા અત્તર છે કે જેટલા પ્રમાણમાં બીજા ઉપર છાંટશો તેટલા પ્રમાણમાં તમારી અંદર સુગંધ આવશે.”
દુનિયામાં રહેતી દરેક વ્યકિત સુખ અને આનંદ ઝંખે છે.... દરેક સંબંધ પરસ્પર હૂંફ અને પ્રેમ ઝંખે છે. આ પ્રકારનો પ્રવાહ અવિરત વહેતો રાખવા માટે ઝંખના કરતી દરેક વ્યકિતઓએ “સ્વ'ની ઓળખાણ કરવી જ઼ી છે. આ માટે પહેલાં એણે સમજવું પડશે કે, જંગલના સિંહને જબરદસ્તીથી વશકરી શકાય છે પણ ગમે તેટલી જબરદસ્તીથી એક ફૂલ નથી ઉગાડી શકાતું.
હદય - હદય વચ્ચેના સંવાદ અને દિલની દિવાલોનું દફન એજ પ્રેમનું સાર્થકય છે. સરળ શબ્દોમાં કહું તો, “એકબીજાને ગમતા રહેવું.'
કેટલીક વાર મનુષ્યના હૃધ્યમાં ભિનાશ - પ્રેમ હોય છે પરંતુ તેની વાત કરવાની પદ્ધતિ સામી વ્યકિતને કઠરો લાગે છે... તો આ માટે જન્ન છે એવા શબ્દો, વાક્યોનું ઉચ્ચારણ જે એક મેગ્ને નજીક લાવે. પરંતુ કેટલીક વાર આવુ કરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ. એટલે બનાર્ડ રસેલે કહ્યું છે કે “માણસને આકાશમાં ઉડતા આવડ્યું, પાણીમાં નીચે તરતાં આવડ્યું, પણ માનવીને પૃથ્વી પર રહેતાં ન આવડ્યું.'
એકબીજાને સમજવા, આવકારવા, સાંભળવા એટલે પ્રેમાળ સંબંધ .... આવું જ એક સફળ દામ્પત્યજીવન જીવતા યુગલનું ઉદાહરણ લઈએ.
ઘરની બહાર, પ્રવેશની ડાબી બાજુએ રાતરાણી-મોગરાંના મધમધતાં છોડે, છેક નીચેથી ઉપર સુધી ચડેલી જૂઈ... ચોમેર પ્રસરેલી સુગંધ, પહેલાં માળે હિંચકા પર કથન અને શ્રેયા બેઠેલા, એકમેકને અડીને... બંને પુરાણી મૈત્રીની ખટમીઠી સ્મૃતિઓ વાગોળતા હતા.
વાતારવણ સુગંધિત હતું. બંનેના હૃદય પણ વાતાવરણની સુગંધ સાથે ભળી ગયા હતા. હાથમાંના આઈસ્ક્રીમની જેમ નાજૂક નાજૂક વાતો પણ પીગળતી જતી હતી.