Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 31
________________ પ્રાણાયામ ભારતીય અષ્ટાંગ યોગનું ચોથું પગથિયું છે. તેનાથી ઘણાં ફાયદા થાય છે. પ્રાણાયામથી મગજને વધુ પ્રમાણમાં પ્રાણવાયુ (ઓકિસજન) પ્રાપ્ત થાય છે, જેનાથી મગજની શકિતઓમાં વધારો થાય છે. તેના લીધે ઘણાં કામો જલ્દીથી અને સફળતા પૂર્વક કરી શકો છો. પ્રાણાયામથી તમે આવેગો ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરી શકો છે. યોગ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તથા વિશ્વભરના આધુનિક વૈજ્ઞાનિકોએ યોગનો એક વૈજ્ઞાનિક પ્રક્રિયા તરીકે સ્વીકાર કર્યો છે. દરેક જણ યોગ શીખે અને કરે. તમારી નબળાઈઓને જાણો. જે કાર્યો તમને સારી રીતે કરતાં ન આવડે કે તમને જેમાં અભિરૂચિ ન હોય તેવાં કાર્યો કે વ્યવસાયો પસંદ ન કરશો. ફરજિયાત એવો વ્યવસાય કે નોકરી કરવી પડે તે જુદી વાત છે પરંતુ જો તમારે કામની પસંદગી કરવાની હોય તો માત્ર વધુ પૈસા મળતા હોય તે કારણે જ જેમાં તમને રસ નથી, જે તમને આવડતુ નથી, જેમાં તમે ખૂબ નબળા છો તેવો વ્યવસાય, નોકરી કે કામ પસંદ કરશો નહિ. (૫) તમારી શકિતઓને જાણો. તમને શું શું સારું ફાવે છે તથા તમને શેમાં આનંદ આવે છે તે તમને પોતાને વધારે ખબર પડે. તમને કયો વ્યવસાય, નોકરી કે કામ ફાવશે તેનું જ્ઞાન તમારી સફળતા માટે અત્યંત જરૂરી છે. દ) પૈસાની બચત કરો. અન્યો પર આર્થિક રીતે આધારિત હોવા જેવું નિરાશાનક કોઈ નથી. દર માસે નિયમિત રીતે થોડા પૈસા બચાવો. વૃદ્ધાવસ્થા અને અવસર-પ્રસંગ માટે બચત જરૂરી છે માટે બધાં પૈસા વાપરી ન કાઢો. ગમે તેમ કરકસર કરીને પણ થોડા પૈસા દર માસે બચાવો. સારા મિત્રો બનાવો. ૩૦ વર્ષ સુધીમાં તમે કેટલાક સારા મિત્રો બનાવો. આ મિત્રો એવા હોવા જોઈએ કે જે તમારી સમસ્યા વખતે તમને મદદ કરે અને તેમની સમસ્યા કે પ્રશ્ન વખતે તમે તેમને મદદ કરો પરંતુ સાચા મિત્રો રાતોરાત નથી બની જતા તેને માટે વર્ષો લાગે છે. અન્યોના વિશ્વાસપાત્ર બનો. વિશ્વાસપાત્ર બનવું એ અર્ધી સફળતા છે. તમે ૪૦ વર્ષ પર પહોંચો તે પહેલાં તમારે અન્યોના વિશ્વાસપાત્ર' બનવું જોઈએ. અને તો જ તમે ઉચી જગ્યાએ જઈ શકશો. (૯) તમારું મોટું ક્યારે બંધ રાખવું તે શીખો. કયારે ન બોલવું તે જાણો. નિરર્થક બોલીને ઘણાં પોતાની કારકિર્દી બગાડે છે. શાંત રહેતા શીખો. જો તમે શાંત રહેતાં શીખશો તો લોકો માનશે કે તમે ઘણું જાણો છો. કોઈ પૂછે તો તેને જ્ઞાન આપવું. આથી તેને ખાતરી આવે કે તમે જાણો છો પરંતુ વગર પૂછયે પરાણે કોઈને જ્ઞાન આપવા ન બેસી જવું. બાળઉછેર માટે બાળકોને કે ભણાવવાના હેતુ માટે વિદ્યાર્થીઓને વગર પૂછયે જ્ઞાન આપો અને તે તમારી ફરજ અને હક્ક પણ બની રહે છે. (૧૦) વફાદાર બનો. પ્રામાણિક બનો. તમારા વ્યવસાયમાં કે સર્વીસમાં કે કામમાં વફાદાર બનો. પ્રમાણિકતાપૂર્વક કામ કરો આથી તમારું માન વધશે, કીર્તિ વધશે. આથી તમને બઢતી મળશે. ૨૨. હે પ્રા તાર શું થશે

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75