________________
વર્તમાનમાં પરિશ્રમ પેટ ભરે છે અને માનવ-મૂંટિયાઓ ખિસ્સાં ભરે છે. જીવતાઓને રાંધવા માટે તેલ નથી અને મરેલાઓના મૈયતખાનાઓમાં અશુદ્ધ આવોના શુદ્ધ ઘી” ના દીવાઓ સળગે છે. ભૂખ્યું બાળક દૂધ વિના તરફડે છે અને પથ્થરોને દૂધથી નવડાવવામાં આવે છે.
બુદ્ધિ અને પરિશ્રમની વાત નીકળે છે ત્યારે એ વાત પણ યાદ રાખવા જેવી છે : યુવાન ઓગણત્રીસની ઉંમરે અકાળે મરી જાય અને બાપુજી બાપુએ (ઉધે આંકડે) શકિતની ગોળીયું ગણે છે.
આવી છે આપણી ધરા. આપણો વર્તમાન... પછી એવું પણ બને કે ગામડાંના ખેતરો કોરાં રહી જાય અને મુંબઈમાં મુસળધાર ત્રાટકે! ત્યારે અકળ સૃષ્ટિના સર્જનહારની અકળ ગતિ માથા ફરેલ માનવીના માથામાં ઉતરતી નથી!
“કામધેનુને મળે ના એક સૂકું તણખલું, ને લીલીછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે!”
૩૧. ચેતના
ઈશ્વરને પૂવીનું સર્જન કરતાં પાંચસો કરોડ વર્ષ લાગ્યા
“૬ યુગોથી એકધારુંશોધું છું,
જીવવા માટે હું હાનું શોધું છું,
ફોડી નાંખું આંખ અંતે બેઉં હું,
ભીતરે રંગીને સપનું શોધું છું.”
માણસની મહત્વકાંક્ષા ગમે તે પગલું ભરવા પ્રેરે... કારણ જીવનમાં પડકાર છે. પણ ક્યારેક ઉતાવળ જ મનુષ્યનો વિનાશ નોતરે છે. રંગીન વિચારો ફક્ત સપનામાં જ શોભે..
“રણ તો ધીરા ધીરાનું, નહિ ઉતાવળા કાયરનું”
-નર્મદ
માટીયાળા રણમાં ચાલવું સહેલું હોતું નથી. ચોતરફ દિશાઓ અને રસ્તાઓ એક સરખા અને અજાણ્યા લાગ્યા કરે. એવામાં આગળ કેમ વધવું એની સૂઝ હોવી એ પોતાની પાસે કરોડો રૂપિયાની મૂડી હોવા બરાબર ગણાય.
દરિયાના ઘુઘવતા પાણી વચ્ચેથી માર્ગ કાઢવો એ પણ આટલું જ પડકારભર્યું હોય છે. ઈશ્વરે