Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 65
________________ અને એના અનુસંધાનમાં ગાંધીજીની એક વાત મને યાદ આવી તે મેં જુવાનોને કહી સંભળાવી : ગાંધીજી તો પ્રયોગવીર હતા અનેક જાતના પ્રયોગો કરતા. એમનું જીવન એટલે પ્રયોગ. એક દિવસ ગાંધીજીને વિચાર આવ્યો કે માણસ જો કાચું જ અનાજ ખાવાની ટેવ પાડે, તો એની કેટલીયે વેડફાઈ જતી શકિત બચે અને ઓછી વસ્તુમાંથી પણ વધારે તાકાત મેળવી શકે. ગાંધીજીને વિચાર આવ્યો એટલે જોઈએ શું? પોતાની જાતથી જ શરૂ કરે. એ જ તેમના જીવનની વિશેષતા હતી. મને તેમની આ વાત ગમી ને હું તેમના પ્રયોગમાં જોડાયો. ત્રણ-ચાર દિવસ તો બાપુને આ પ્રયોગથી ખૂબ રૃતિ રહી, પણ પછી તેમને ઝાડા થઈ ગયા. એક દિવસ તેમના ઓરડામાં મારે કાંઈક લેવા જવાનું થયું. બાપુએ મને બોલાવ્યો. “તારો પ્રયોગ ચાલે છે?” એમણે પૂછયું. “હા.” મેં ટૂંકો જ્વાબ આપ્યો. “વન ઘટ્યું ?” “પોણો શેર ઘટ્યું છે.” “પણ શકિત ?” “થોડી ઘટી હોય એમ લાગે છે.” “તો શું કામ કરે છે ?” મેં મારે ભાગે આવતાં બધાં જ કામો ગણાવ્યાં. “આ બધું કામ થઈ શકે છે ?” “હા, એમાં વાંધો નથી આવતો.” “તો પછી શકિત થોડી ઘટી છે એમ શા ઉપરથી કહે છે ?” એ વાણિયાને હું શો જવાબ આપું ! અને પછી બાપુએ ભાષ્ય ક્યું તે હું કદી ભૂલી શકું એમ નથી. “તને ખબર છે? ખપની શકિત કરતાં વધારે શરીરમાં ઉત્પન્ન થાય તો તેમાંથી વિકાર જન્મે. આ બહુ સમજવા જેવી વાત છે. એટલે જેટલું કામ કરવાનું હોય એટલી જ શકિત ઉત્પન્ન કરવી જોઈએ. વધારાની શકિતથી લાભ નથી; ઉલટાની વધારાની શક્તિ ચિત્ત અને ઈંદ્રિયોમાં વિકાર પેદા કરે છે.” ૪૮. લાચારી

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75