________________
સરળ જિદંગી જીવવાનું ભૂલીને વાસ્તવિકતાથી અને પ્રકૃતિથી દૂરને દૂર ચાલ્યો ગયો છે.
“સ્વપ્રો થવાનું એટલું સહેલું બની ગયું; માણસને આવડી ન, હકીક્ત થવાની વાત.”
૪૬. દુષિત વિચાર
માનવી ઘણી વાર સત્યથી દૂર ચાલતો હોય છે. બિનજરૂરી દુષિત વિચારો તેને સત્યથી દૂર લઈ જાય છે.
કેટલાકને વહેલી સવારનો કૂણો તડકો આહલાદક લાગે છે તો કેટલાકને દઝાડે છે. ખળખળ વહેતા ઝરણાંનો નીનાદ કેટલાકને કર્ણપ્રિય લાગે છે તો કેટલાકને બેસૂરા. મારી સાથે કામ કરતા એક સહકર્મચારીમાં આવું જ એક દુષણ. સવાર પડે એટલે વ્યકિતએ-વ્યકિતએ તેમના વિચારો બદલાય. મેં કયારેય તેમને કોઈના વખાણ કરતાં જોયા નથી. તેમના હીન ચારિત્ર્યથી સમગ્ર શહેર પરિચિત, પરંતુ નવા કર્મચારીની ચારિત્ર્યહિનતા પ્રથમ તેમને જ દેખાતી. કરેવત છે ને કે, “પોતાના આંખમાં પડેલો ભારોટીયો છોડી બીજાના આંખમાં પડેલું તણખલું શોધે.”
દૂષિત બોને લઈને ફરતા વ્યકિતઓ ક્યારેય વિકાસશીલ પ્રવૃત્તિ કરી જ ન શકે.
બે બૌદ્ધ સાધુઓ તેમના પરિભ્રમણ દરમિયાન એક નદી પાસે આવી પહોંચ્યા. વર્ષાની ઋતુ હમણાં જ પૂરી થઈ હતી, અને નદીમાં ઠીક ઠીક પાણી હતું. સાધુઓએ પોતાનાં વસ્ત્રો સરખાં બાંધી લીધાં અને નદીને પાર કરવાની તૈયારી કરી, ત્યાં તેમને કાને કોઈના ઝૂનનો અવાજ પડ્યો.
“કોઈક રડતું લાગે છે,” એક સાધુ બોલ્યો. “એ તો કોઈ સ્ત્રીનો અવાજ છે,” બીજાએ કહ્યું. “એની માટે આપણે શા માટે ફિકર કરવી ?”
પહેલો સાધુ કહે, “પણ આપણે તપાસ તો કરવી જ જોઈએ.”
સાધુઓએ આગળ જઈને જોયું તો નદીને ક્લિારે બેઠી બેઠી એક સુંદર યુવતી વિલાપ કરતી હતી.
“શા માટે રડે છે તું, બહેન ?” પહેલાં સાધુએ પૂછયું.
યુવતી રડતાં રડતાં જ બોલી : “મારી માંદી માને મળવા માટે સામે પાર ક્યું છે, પણ નદીમાં આટલું બધું પાણી છે ! હવે હું શી રીતે જઈ શકીશ ?”
પહેલો સાધુ ઘડીભર ગૂંચવાયો. પણ પછી એને માર્ગ સૂઝી આવ્યો. યુવતીને તેણે પોતાને ખભે બેસી જવા કહ્યું. આ જોઈ બીજો સાધુ કુદ્ધ થઈ તેનાથી જરા અળગો થઈ ગયો.
સામે કિનારે પહોંચીને સાધુએ યુવતીને ઉતારી દીધી અને એ ચૂપચાપ આગળ વધવા લાગ્યો.