________________
થોડીવારમાં બીજો સાધુ તેની સાથે થઈ ગયો. ચાલતાં ચાલતાં ઉશ્કેરાટથી બોલ્યો, “છીં: છીં: આજે તેં ભારે દૂષિત કર્મ ક્યું છે. આપણાથી સ્ત્રીનો સ્પર્શ કરાય જ કેમ ?”
પહેલા સાધુએ કશો ઉત્તર વાળ્યો નહીં.
ફરી પેલો બોલી ઉઠ્યો : “આપણા ગુઆ જાણશે, ત્યારે તને શું શિક્ષા નહીં કરે ?”
તો યે પહેલો સાધુ શાંત જ રહ્યો.
વળી પેલાએ કહાં, સ્ત્રીમાત્રનો સ્પર્શ આપણા વ્યવહારમાં ત્યાજ્ય છે. અને વળી આ તો યુવાન સ્ત્રી હતી. તેં આજે ઘોર પાપ કર્યુ છે.”
હવે તે પહેલો સાધુ શાંત અવાજે બોલ્યો : “ભાઈ, મેં તો એ સ્ત્રીને નદીને કિનારે ઉતારી દીધી - પણ તું હજુ એને ઉંચકીને શા માટે ચાલે છે.”
૪૦. જરર જેટલું જ! વધુને વધુ મેળવવાની મહેચ્છા શાંતિને હણી લે છે. આપણે કેટલીકવાર જેટલું મળ્યું એટલાથી સંતોષ ન માનતાં સતત પામવા પ્રયાસ કરતા રહીએ છીએ. આવા સમયે ઘરમાં કણસતી માતા, પ્રેમ વિના તડપતી પત્ની અને બાળકો ગૌણ લાગે છે. કુટુંબ-સમાને અવગણી સદૈવ પ્રવૃત્તિશીલ રહેતા મનુષ્યો વાસ્તવિક દૃષ્ટિએ કશું જ મેળવતા નથી.
વધુ પડતાં નાણાં વધુ પડતી આપત્તિઓ સર્જે છે. જરૂર કરતાં વધુ ચાલવાથી તંદુરસ્તી બાજુએ રહેને ઘૂંટણ ઘસાઈ જાય. જરૂર કરતાં વધુ બોલવાથી મહત્વ ઓછું થઈ જાય. જીવન મર્યાદામાં જીવવું ઉત્તમ ગણાય.
રવિશંકર મહારાજે એક દષ્ટાંત ટાંકર્યું છે :
એક દિવસ ચાર-પાંચ જુવાનિયા મારી પાસે આવ્યા. વાતવાતમાં તેમણે પૂછયું : “મારાજ, અમે ઈડા ખાઈએ તે અંગે તમારો શો અભિપ્રાય છે ?”
મને થયું : એમને શો જવાબ આપું ? પણ તરત જ મારાથી કહેવાઈ ગયું ? “અલ્યા, તમારે ઈંડા ખાવા કે નહિ એમાં મને શું પૂછો છો ? - એ ઈંડાની મૂકનાર માને જ પૂછી જુવોને !”
“પણ દાદા નિર્જીવ ઈંડા ખાઈએ તો ?”
“પણ, મને એ તો કહો કે તમારે ઈંડા ખાવાં છે શું કામ ?” “કેમ ? ઈંડામાં પુષ્કળ વિટામીન અને પ્રોટીન હોય છે.” યુવાનોમાંથી એકે કહ્યું. “તમારી પાસે છે એટલું વિટામીન તો વાપરો ! - પછી ખૂટે તો વિચારજો.”