Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 73
________________ હોય અને તે દેશની સીમથી બંધાયેલો નહીં હોય, તે વિશ્વ વ્યાપક હશે. તેને કોઈ રાજનૈતિક મહત્વકાંક્ષા નહીં હોય કારણકે રાજનૈતિક મહત્વકાંક્ષા હોવી તે મુર્ખાઈ છે.” રનીશજીનું વિશ્લેષણ કરતા માનવી સાવલા જણાવે છે કે : શું આ શક્ય છે કે? માનવી જંગલી મટીને સામાજિક બન્યો ત્યારથી એણે એક યા બીજા સ્વરૂપે ગણતરીપૂર્વક પોતાના ઉપર શાસન સ્વીકાર્ય છે. એમાંથી રાજસત્તાનો ન્મ થયો છે અને જ્યાં રાજસત્તા હશે ત્યાં રાજનીતિ પણ હોવાની જ. કાર્લ માર્કસે પણ અરાજક્તાને (Anachy) અંતિમ લક્ષ્ય તરીકે સૂચવેલ (State will Whither away) મહાત્મા ગાંધી પણ પોતાને અરાજકતાવાદી ગણાવતા. ગાંધીજીને અભિપ્રેત એ હતું કે માણસ સદગુણી બનશે એટલે પછી એને નિયંત્રણમાં રાખવા કોઈ શાસનની જરૂર નહીં રહે કે કોઈ રાજ્યસત્તા પણ જરૂરી નહી રહે. જ્યારે રજનીશ નવમાનવ પૂર્વગ્રહો દ્વારા નહીં જીવે પરંતુ સ્વયંસૂર્ત પ્રતિભાવની ક્ષમતા દ્વારા જીવશે એમ કહે છે. ચાલો, વર્તમાન આંટીઘુટીમાં અટવાયેલ આપણે નવમાનવ બનીએ અને એ માટે રજનીશના શબ્દોને અનુસરીએ. નવમાનવને વધુ પૈસામાં અને ઉચ્ચ પદમાં રસ નહિ હોય તેના કરતાં તેને ગીત ગાવામાં, વાંસળી વગાડવામાં, સિતાર વગાડવામાં કે નૃત્ય કરવામાં રસ હશે. પરંતુ તેને તે રીતે પણ પ્રખ્યાત થવામાં રસ નહિ હોય. ૫૫. પતંગિયું અમથું કે આ વાદળીઓને એડમિશન દેવાનું? ડોનેશનમાં આખેઆખ ચોમાસુ લેવાનું.” કવિ શ્રી દવેની ક્લમ બાળ માનસની અવદશા જોઈ હેલે ચઢે છે. આજે એવી પરિસ્થિતિ આવીને ઉભી છે કે પ્રત્યેક બાળકને આપણે સૌ જોતા રહીએ છીએ. માણસને જેમ ભુખનું સર્જન કરવા વિટામીનની ગોળી દ્વારા ડંખ ઉભા કરવા પડે છે તેમ બાળકને પણ જન્મની સાથે “ગ્રાઈપ વોટર” થી શરૂ કરી યુનિફોર્મના ચક્કર મહીં ગુંગળાવવું પડે છે. તેમની દશા જોઈ લાગે છે : “આ સઘળાં ફૂલોને જ્હી દો યુનિફોર્મમાં આવે; પતંગીયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં કરવાનું

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75